Uncategorized

વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં

વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓની વર્લ્ડ ક્લાસ સુવિધા માટે રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કરાયું આંબરડી પાર્ક ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-ખાતમૂર્હુત કાર્યક્રમ સંપન્ન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આંબરડી સફારી પાર્ક ખાતે રૂ. ૨૫ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તૈયાર થનાર વિવિધ સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સાસણગીરની જેમ એશિયાટિક લાયન માટે અમરેલી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરવામાં આવશે. આ એશિયાટિક લાયન માત્ર સાસણગીરમાં જ નહી પણ હવે આંબરડી ખાતે પણ જોવા મળશે. જેના પરિણામે આ વિસ્તારમાં દેશ-વિદેશના પ્રવાસીઓના આગમનથી આજુબાજુના લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે. આંબરડી ખાતેના આ વિકાસ કામો આવનાર બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી એશિયાટિક લાયન- આંબરડી સફારી પાર્ક, ધારી ખાતે પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કામોનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-ખાતમૂર્હુત કરાયું. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ વિવિધ વિકાસ કામોની તક્તિનું અનાવરણ કર

પ્રતાપભાઈ વાળા ધારી

IMG-20200929-WA0051-1.jpg IMG-20200929-WA0052-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *