Gujarat

વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદમાં વીજળી ડૂલ થઈ

વલસાડ
મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ બાદ વલસાડ શહેરમાં પણ વરસાદે દસ્તક દીધી છે. શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જાેકે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઊઠ્‌યા હતા. પડેલા વરસાદને લઈને સમગ્ર વલસાડ પંથકમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વરસાદને પગલે કાળઝાળ ગરમી સામે લોકોને જરૂર રાહત થઈ હતી. બીજી તરફ, કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો.વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈ વલસાડ શહેરના રસ્તા પર પાણી વહેતું જાેવા મળ્યું હતું તેમજ શહેરના અનેક રેલવે ગળનાળામાં પણ પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકોને મુશ્કેલી પણ પડી હતી. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક ખરી ગયો હતો. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈ સરકાર સહાય આપે તેવી ખેડૂતોએ માગ કરી છે.વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ૧૪ એમએમ અને કપરાડા તાલુકામાં ૨ એમએમ વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા. વલસાડ તાલુકામાં ૧૪ એમએમ અને કપરાડા તાલુકામાં ૨ એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી હોવાનું વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે જણાવ્યું છે.

Heavy-rain-with-thunderstorms-at-midnight.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *