Delhi

કેજરીવાલ સરકારે દિલ્હીમાં ઈલેક્ટ્રીક બસોની સંખ્યા વધારશે

નવીદિલ્હી
રાજધાની દિલ્હીએ આ બસોના સંચાલનને કારણે વાયુ પ્રદૂષણ સામેની જંગમાં એક નવો અધ્યાય લખ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર એક સાથે ૧૫૦ ઈલેક્ટ્રિક એસી બસ ચલાવવાના પહેલા દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે બસમાં મુસાફરી કરી હતી. આ પછી મીડિયા દ્વારા લોકોને તેની ખૂબીઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. બસમાં તમામ આધુનિક સુવિધાઓ છે. આ સાથે જ આ બસોમાં મહિલાઓની સુરક્ષા પર પણ ઘણુ ધ્યાન આપવામાં આવ્યુ છે. દિલ્હીવાસીઓનુ કહેવુ છે કે ઈલેક્ટ્રિક બસની મુસાફરી તેમને મેટ્રો જેવો અનુભવ કરાવે છે. દિલ્હીવાસીઓ ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કર્યા પછી સેલ્ફી લઈને ઈંૈઇૈઙ્ઘીઈમ્ેજ સેલ્ફી હરીફાઈમાં ભાગ લઈ રહ્યા છે.દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના કામોને લઈને દેશ-દુનિયામાં છવાઈ રહ્યા છે. દિલ્હીમાં આરોગ્ય, શિક્ષણ અને પરિવહન વ્યવસ્થામાં પણ સુધારો જાેવા મળી રહ્યો છે. દિલ્હીમાં નાગરિક સેવાઓને સુધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યુ છે. આ ક્રમમાં દિલ્હીની પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવાની સાથે વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તાજેતરમાં એક પ્રશંસનીય પગલુ લેવામાં આવ્યુ છે. દિલ્હીના લોકોને એક મોટી ભેટ આપતા આમ આદમી પાર્ટીની સરકારે ગયા મહિને જ દિલ્હી પરિવહન નિગમના કાફલામાં ૧૫૦ નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કર્યો છે. આ બસો રસ્તાઓ પર સંપૂર્ણ ક્ષમતાથી દોડી રહી છે. આમાં મુસાફરી કરતા દિલ્હીવાસીઓ મેટ્રો જેવી મુસાફરી અનુભવી રહ્યા છે કારણ કે તે એસીથી સજ્જ છે. આ બસો ડીટીસીના કાફલામાં જાેડાઈ જતાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધી ગઈ છે. આગામી અમુક મહિનામાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે. આ ઈલેક્ટ્રિક બસોની ખાસ વાત એ છે કે તેના સંચાલનથી દિલ્હીની આબોહવા પર કોઈ વિપરીત અસર નહીં પડે કારણ કે તે સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક છે. આ સાથે દિલ્હી સરકારના અથાગ પ્રયાસોને કારણે તેણે એક સાથે સૌથી વધુ બસો રસ્તા પર મૂકવાના રેકોર્ડની બરાબરી કરી છે. તાજેતરમાં જ રસ્તાઓ પર શરૂ થયેલી ઈલેક્ટ્રીક બસોની વાત કરીએ તો ઉનાળાના દિવસોમાં આ બસોની મુસાફરી લોકોને આનંદદાયક મુસાફરીનો અહેસાસ કરાવે છે. આ બસો એસીથી સજ્જ છે. તેમાં લો ફ્લોર પણ છે જેના કારણે તેમાં ચડવા અને ઉતરવામાં ખૂબ જ સરળતા રહે છે. ઝ્રસ્ કેજરીવાલે કરી ‘વૃક્ષ પ્રત્યારોપણ નીતિ’ની સમીક્ષા, કહ્યુ – આનાથી વધ્યુ દિલ્લીનુ ગ્રીન કવરઝ્રસ્ કેજરીવાલે કરી ‘વૃક્ષ પ્રત્યારોપણ નીતિ’ની સમીક્ષા, કહ્યુ – આનાથી વધ્યુ દિલ્લીનુ ગ્રીન કવર

India-Delhi-CM-Arvind-Kejrival-Green-Cover-Tree-Cover-Envournment-Change-Scheme.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *