આણંદ
આણઁદ જિલ્લાના બોરસદમાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અથડાણ દરમિયાન એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામે સામે આવી જઇને પત્થર મારો કર્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્ની જેવી સ્થિતિ હતી. પરિસ્થિતિ વધારે ના વણસે એટા માટે પલીસ દ્વારા ૨૦ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ પોલીસ ઇજાગ્રસ્ત થતા બોરસદમાં પોલીસે ઉભા રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે અસામાજિક તત્વોની જેમ તોડફોડ કરતા રોષ ફેલાયો હતો. પોલીસે મામલો શાંત કરવાના બદલે વાહનોમાં તોડફોડ કરતા મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસની કાર્યવાહીને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે ટોળાં વિખેરયા બાદ પાર્ક કરેલા વાહનોના કાંચ ડંડા વડે તોડ્યા હતા. આણંદના બોરસદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર જિલ્લાની પોલીસ શહેરમાં ખડકી દેવામાં આવી હતી. શહેરના દરેક વિસ્તારમાં બન્ને કોમના ટોળાંઓ એકઠા થયા હતા. અને સામ સામે પત્થર મારો કર્યો હતો. એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો આવ્યા હતા. જીડ્ઢસ્ અને મામલતદાર પણ હાજર રહ્યા હતા.
