Gujarat

પાળીયાદમાં વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો..

આજરોજ તા.૧૨/૬/૨૦૨૨ ના પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના ધોરણ 10 અને ૧૨ ના વિદ્યાર્થી નો પરીક્ષા પરીણામ બાદ વિધાર્થીઓ ના વાલીઓ ની હાજરી મા વાલી મિટિંગ તેમજ વિધાર્થીઓ નો ઉત્સાહ વધારવા સત્કાર સમારંભ રાખેલ. તદુપરાંત જે વિધાર્થી પ્રથમ , દ્વિતીય અને તૃતીત સ્થાન મેળવેલ એ ભાઈઓ અને બહેનો નુ જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના હસ્તે સાલ ઓઢાડી ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર ની છબી આશીર્વાદ સ્વરૂપે આપેલ હતી.સમગ્ર કાર્યક્રમ વિધાર્થીઓ નો ઉત્સાહ અને જોશ વધારવાના તેમજ એમને કરેલ મહેનત ને બિરદાવવા ના હેતુસર રાખેલ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના ટ્રસ્ટી અરવિંદભાઈ ચાંદપરા તેમજ સંચાલક સંજયભાઈ ધોળા ના આયોજન મા રાખેલ અને મહેશભાઈ ગઢવી દ્વારા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કરવામા આવેલ હતુ…
ત્યારબાદ તમામ વાલીઓ અને વિધાર્થીઓ ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ અને પૂજ્ય બા શ્રી ના તેમજ પૂ. ભયલુબાપુ ના આશીર્વાદ લીધેલ હતા અને ભોજન પ્રસાદ લઇ ખૂબ રાજીપો અને ધન્યતા અનુભવી હતી…
તસવીર-વિપુલ લુહાર

IMG-20220612-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *