રાજકીય પક્ષોએ વિડીયો કેસેટ પ્રદર્શિત કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવું જરુરી
અમરેલી, તા. ૧ ઓક્ટોબર ૨૦૨૦
આગામી ધારી પેટાચૂંટણીમાં રાજકીય પક્ષોએ જાહેર સભા, કેબલ નેટવર્ક કે અન્ય કોઇ માધ્યમથી વિડીયો કેસેટ પ્રદર્શિત કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. પ્રમાણપત્ર મળ્યા બાદ સંબંધિત ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને અગાઉથી જાણ કરી બાદમાં પ્રસારણ કરવાનું રહેશે. આ સુચનાના ભંગથી સિનેમેટોગ્રાફ એક્ટ-૧૯૫૨ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
