Gujarat

જેતપુરમાં દલિત મહિલા અને પુત્રને ફિલ્મી ઢબે આંતરી હુમલો : 15 શખ્સ સામે ફરિયાદ

સ્કૂટર લઈને જતી યુવતીને છાણ ઉડતા કારચાલક સાથે થયેલ ઝગઘાનો ખાર રાખી હુમલો
જેતપુરના નરસંગ ટેકરી પાસે રહેતી દલિત મહિલાની નાની બહેનને બે દિવસ પૂર્વે એકટીવા લઈને જતી હતી ત્યારે સ્કોર્પીયો ચાલકે છાણ ઉડાડતા તે બાબતના ઝગડાનો ખાર રાખી રાજકોટનાં બે મુસ્લિમ શખ્સો સહિત 15 શખ્સોએ આ દલિત મહિલા ઉપર ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો જે અંગે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
જેતપુરની કાજલબેન વિઠ્ઠલભાઈ ચાવડા (ઉ.23) નામની દલિત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટનાં સમીર અને શબીર સહિત 13 શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાજલબેન પોતાની નાની બહેન રેખાનું એકસેસ મોટર સાઈકલ લઈ પુત્ર સાથે આઈસ્ક્રીમ લેવા જતી હતી ત્યારે ભાદર નદીના પુલ ઉપર આઈ-20 કાર, સ્વીફટ વર્ના અને સ્કોર્પીયો એમ ચાર કારમાંથી 15 જેટલા શખ્સોએ ફિલ્મી ઢબે કાજલબેનને ઘેરી લીધા હતાં. સ્કોર્પીયોમાંથી નીચે ઉતરી સમીર અને શબીરે તલવાર વડે કાજલબેન ઉપર હુમલો કર્યેા હતો. આ બનાવ વખતે ત્યાંથી પસાર થતાં કાનાભાઈ અને અંકિતભાઈએ વચ્ચે પડી કાજલબેનને બચાવ્યા હતાં. જેમાં કાનાભાઈને પણ ઈજા થઈ હતી. આ બનાવની પોલીસ ફરિયાદમાં હુમલા અંગેનું કારણ કાજલબેને જણાવ્યું કે ગત તા.12-6નાં રોજ તેની બહેન રેખા સ્કુટર લઈને જતી હતી ત્યારે સ્કોર્પીયો લઈને નીકળેલા સમીરે કાર છાણ ઉપરથી ચલાવતાં તે રેખાબેનને ઉડયું હતું. જેથી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં રેખાબેનના ઈન્સ્ટ્રાગ્રામ ઉપર વિડિયો કોલ કરી ગાળો આપવામાં આવી હતી. જેનો ખાર રાખી કાજલબેન ઉપર આ 15 શખ્સોના ટોળાએ હુમલો કર્યો હોય
આ અંગે પોલીસે કાજલબેનની ફરીયાદ પરથી પોલીસે શબીર,સમીર, તથા ૧૩ અજાણ્‍યા માણસો વિરૂધ્‍ધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮,  ૧૪૯, ૩ર૩, ર૯૪ (ખ) પ૦૬ (ર) તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *