કોટન, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9277 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9649 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ.38 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,94,968 સોદાઓમાં કુલ રૂ.18,963.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9277.33 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9648.51 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 78,021 સોદાઓમાં કુલ રૂ.4,600.90 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,537ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,667 અને નીચામાં રૂ.50,405ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.204 ઘટી રૂ.50,460ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.116 ઘટી રૂ.40,497 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.5,045ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,630ના ભાવે ખૂલી, રૂ.186 ઘટી રૂ.50,496ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,450 અને નીચામાં રૂ.59,799ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.377 ઘટી રૂ.59,934ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.322 ઘટી રૂ.60,292 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.314 ઘટી રૂ.60,303 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,622 સોદાઓમાં રૂ.1,582.19 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.95 ઘટી રૂ.221.90 અને જસત જૂન વાયદો રૂ.2.40 ઘટી રૂ.313ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.761.20 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,933 સોદાઓમાં કુલ રૂ.3,050.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.9,439ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.9,538 અને નીચામાં રૂ.9,409ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.57 વધી રૂ.9,500 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14 વધી રૂ.685.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 552 સોદાઓમાં રૂ.43.99 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,580ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,120 અને નીચામાં રૂ.46,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.270 વધી રૂ.46,870ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14.40 વધી રૂ.1048.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,405.49 કરોડનાં 4,760.321 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,195.41 કરોડનાં 364.102 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,079.59 કરોડનાં 11,47,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,971 કરોડનાં 29121250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.28.44 કરોડનાં 6100 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.15.55 કરોડનાં 147.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,718.894 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 956.099 ટન, ક્રૂડ તેલમાં 1182500 બેરલ અને નેચરલ ગેસમાં 8083750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 69250 ગાંસડી, મેન્થા તેલમાં 514.44 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.37.58 કરોડનાં 526 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,277ના સ્તરે ખૂલી, 60 પોઈન્ટ ઘટી 14,271ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,648.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.271.14 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.92.57 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,269.40 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,015 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.132.29 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જૂન રૂ.9,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.115 ખૂલી, ઊપરમાં રૂ.170 અને નીચામાં રૂ.103 રહી, અંતે રૂ.22.80 વધી રૂ.146 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.50 ખૂલી, ઊપરમાં રૂ.37.65 અને નીચામાં રૂ.26.60 રહી, અંતે રૂ.5.95 વધી રૂ.36.10 થયો હતો. સોનું જુલાઈ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.148 ખૂલી, ઊપરમાં રૂ.183 અને નીચામાં રૂ.143 રહી, અંતે રૂ.30.50 ઘટી રૂ.146 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.425 ખૂલી, ઊપરમાં રૂ.550 અને નીચામાં રૂ.405.50 રહી, અંતે રૂ.64 ઘટી રૂ.441 થયો હતો. સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.361 ખૂલી, ઊપરમાં રૂ.460 અને નીચામાં રૂ.361 રહી, અંતે રૂ.77.50 ઘટી રૂ.435 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.9,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.126.10 ખૂલી, ઊપરમાં રૂ.145 અને નીચામાં રૂ.97.50 રહી, અંતે રૂ.27.40 ઘટી રૂ.109.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.20 ખૂલી, ઊપરમાં રૂ.35.30 અને નીચામાં રૂ.26.35 રહી, અંતે રૂ.4.35 ઘટી રૂ.27.20 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.598 ખૂલી, ઊપરમાં રૂ.720 અને નીચામાં રૂ.598 રહી, અંતે રૂ.120.50 વધી રૂ.676.50 થયો હતો. ચાંદી જૂન રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.650 ખૂલી, ઊપરમાં રૂ.713 અને નીચામાં રૂ.529 રહી, અંતે રૂ.128.50 વધી રૂ.680 થયો હતો. સોનું-મિનીજૂન રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.211 ખૂલી, ઊપરમાં રૂ.369 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.92 વધી રૂ.315 થયો હતો.