ગિરગઢડા તા
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લાના, ઉના તાલુકાના, આમોદરા ગામની શ્રી આમોદરા વિનય મંદિર શાળાએ, છેલ્લા એક દાયકાથી SSCEના પરિણામોમાં, ઉના તાલુકામાં મોખરાનું સ્થાન જાળવી રાખેલ છે.
માર્ચ 2022માં લેવાયેલી SSCની પરીક્ષામાં, આ હાઈસ્કૂલના કુલ 48 પરીક્ષાર્થીઓમાંથી 39 પરીક્ષાર્થીઓ પાસ થયેલ હોય, ઉના તાલુકાની સરકારી / ગ્રાન્ટ ઈન એઇડેડ / સેલ્ફ ફાઈનાન્સ ગુજરાતી માધ્યમની શાળાઓમાં અગ્રીમ સ્થાન મેળવી, સતત એક દાયકાની ઉજ્વળ પરિણામોની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખેલ છે.
શાળાની વિદ્યાર્થીની કુ. હિનલ વિનુભાઈ જાદવે 600 માંથી 537 માર્ક્સ સાથે 89.5 % તથા 98 PR. મેળવીને આજ સુધીના શાળાના ઇતિહાસમાં સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કરવા સાથે શાળા પરિવાર, આમોદ્રા ગામ અને જાદવ પરીવારનું ગૌરવ વધારેલ છે.
શાળાની બે વિદ્યાર્થીનીઓ જાદવ હિનલ તથા જાદવ નેહાએ ઉના કેન્દ્રમાં ટોપ ટેનમાં સ્થાન મેળવી અમોદરા વિનય મંદિરને ગૌરવ અપાવેલ છે.
સોલંકી શ્રુતિએ 93 PR સાથે શાળામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ઊડીને આંખે વળગે તેવા સતત દસ વર્ષના ઉજ્જવલ પરિણામો ઉપરાંત શાળાની સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં આજ સુધીમાં 38 ટીમ (67 વિદ્યાર્થીઓ) વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
ખાનગી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓના વધી રહેલ આકર્ષણના સમયમાં પણ અમોદરાની ગ્રાન્ટ ઈન એઇડેડ હાઈસ્કૂલના પરિણામો તથા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ પ્રશંસાપાત્ર છે.
શાળાના આચાર્ય એન. બી. ઓઝા સહિત શૈક્ષણિક સ્ટાફની અથાક મહેનત તથા સંચાલક મંડળ (શ્રી આમોદરા ગ્રામ પંચાયત)ના સુંદર સહયોગથી (શાળાના અધિકૃત શૈક્ષણિક સ્ટાફની અછત હોવા છતાં પણ) ઉજ્જવળ પરિણામ મેળવવામાં અમોદરા વિનય મંદિર અગ્રેસર રહેલ છે.
98 PR સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીની જાદવ હિનલ.