Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ૪ યુવતીઓ ૧ યુવતીને મારતો વિડીયો વાયરલ થયો

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ઇન્દોરના દ્વારકાપુરીની ઘટના વીડિયોમાં બે યુવતીઓએ પીડિતાના હાથ પકડેલા છે. જ્યારે એક યુવતી પાછળથી થપ્પડ મારે છે. આ પછી ચારેય યુવતીઓ પીડિતાને ઘેરી લઇને થપ્પડ મારે છે જે પછી પીડિતા નીચે પડી જાય છે. આમ છતા પીડિતાને યુવતીઓ માર મારે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે ચારેય આરોપી યુવતીઓ સામે કેસ નોંધ્યો છે. પીડિતા પર હુમલો થઇ રહ્યો હતો તે સમય ત્યાં હાજર રહેલી ભીડ તમાશો જાેઇ રહી હતી. કોઇપણ પીડિતાની મદદ માટે આગળ આવ્યું ન હતું. પીડિતા હુમલાથી બચવા માટે એક ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઋષિપેલેસ કોલોનીમાં રહેતી પીડિતાએ આ કોલોનીમાં રહેતી પિંકી અને તેની અન્ય ત્રણ મિત્ર સામે મારપીટનો કેસ નોંધાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે ચાર યુવતીઓમાંથી એકે તેને પોતાની પાસે બોલાવી હતી. આ પછી તેના પર હુમલો કર્યો હતો. આરોપી યુવતીઓ હાલ ફરાર ચાલી રહી છે. જાણકારી પ્રમાણે મારપીટ ગેંગની મુખ્ય સરગનાનું નામ પિંકી બતાવવામાં આવી રહ્યું છે. તે વિસ્તારના લિસ્ટેડ અપરાધી સાથે હંમેશા ફરતી જાેવા મળે છે.મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ચાર યુવતીઓનો મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ચાર યુવતીઓએ ડોમિનોઝ માટે ડિલિવરી કરવા આવેલી એક યુવતીની પીટાઇ કરી હતી. વીડિયોમાં ચારેય યુવતીઓ ડોમિનોઝ ગર્લને પહેલા થપ્પડ મારે છે અને પછી ડંડો લઇને માર મારી રહી છે. યુવતી પોતાનો જીવ બચાવવા માટે ભાગતી જાેવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ચાર યુવતીની ધરપકડની માંગણી કરી રહ્યા છે.

India-madhy-Pradesh-Dominoz-Pizza-Delivery-Girl-Attacks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *