Gujarat

દાહોદના બજાર ફુડ કોર્ટની ૧૨ દુકાનો ભાડુ ન ચુકવતા પાલિકાએ સીલ કરી

દાહોદ
દાહોદ શહેરના સ્ટેશન રોડ પર સરસ્વતી સર્કલ પાસે આવેલા બજારમાં ફૂડકોર્ટ આવેલી છે. જેમાં ખાણીપીણીની કુલ ૨૦ દુકાનો આવેલી છે. જે પૈકી ૧૩ દુકાનોનું છેલ્લા ઘણા સમયથી ભાડુ બાકી હતું. જે સંદર્ભે નગરપાલિકા દ્વારા ઉપરોક્ત દુકાનદારોને એક માસ અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમજ ભાડાના ભરપાઈ માટે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હતી. જાેકે, દુકાનદારો દ્વારા પાલિકામાં સમયમર્યાદામાં ભાડુ ભરપાઇ ન કરતા આજરોજ નગરપાલિકાના કર્મચારિયો દ્વારા બજારમાં ૧૩ દુકાનોને સીલ મારી દીધા હતા. જેમાં એક દુકાનદાર દ્વારા સ્થળ પર જ બાકી નીકળતુ ભાડું ભરી દેતા પાલિકા દ્વારા દુકાનનું સીલ ખોલી દેવામાં આવ્યુ હતુ. આમ બજારમાં ચાલતી ૧૨ જેટલી દુકાનોના સમયસર ભાડાની ભરપાઈ ન થતાં પાલિકા તંત્ર દ્વારા આજરોજ દુકાનોને સીલ મારવામાં આવી હતી.દાહોદ શહેરના બજાર ફુડ કોર્ટમાં ૨૦ જેટલી ખાણીપીણીની દુકાનો આવેલી છે. તે પૈકી ૧૩ ખાણીપીણીની દુકાનોનું ભાડુ બાકી હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત દુકાનોને સીલ કરવામાં આવી હતી. એક દુકાનદારે સ્થળ પર જ બાકી નીકળતું ભાડુ જમા કરાવી દેતા દુકાનની સીલ ખોલી દેવામાં આવ્યુ હતું.

12-food-stalls-sealed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *