International

નેટફ્લિક્સ હવે સ્કિવડ ગેમ જેવો રિયાલિટી શો બનાવશે

વોશિંગ્ટન
નેટફ્લિક્સની સ્ક્વિડ ગેમ સિરીઝ સુપરહિટ રહી હતી. કરોડો લોકોએ આ સિરીઝને વખાણી હતી. સ્ક્વિડ ગેમ એ કોરિયન સિરીઝ હતી અને આ સિરીઝ બાળપણની રમતો રમી પૈસા જીતવા પર કેન્દ્રિત હતી. આ રમતોમાં હારી જનારને મોત મળતું હોવાનું દર્શાવાયું હતું, જેથી લોકોને આ સોરીઝ ખૂબ રોચક લાગી હતી. આ સિરીઝમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવતી હોવાનું બતાવાયું હતું. જેમ જીતવા માટે સ્પર્ધકોની રણનીતિની પરીક્ષા થતી હતી. ત્યારે હવે નેટફ્લિક્સે આ સિરીઝને રિયાલિટી બનાવવાનું નક્કી કર્યું છે. નેટફ્લિક્સે ‘સ્ક્વિડ ગેમઃ ધ ચેલેન્જ’ નામનો રિયાલિટી શો લાવવાની જાહેરાત કરી છે. આ શોમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. રિપોર્ટ મુજબ ‘સ્ક્વિડ ગેમ’ની જેમ આ રિયાલિટી શોમાં ૪૫૬ લોકો હશે. જે રીતે સીરીઝમાં હારનારને મોત મળતું હતું તેમ રિયાલિટી શોમાં હારનાર સ્પર્ધક સાથે ખરાબમાં ખરાબ ઘટના થશે. આ ૧૦ એપિસોડનો રિયાલિટી શો હશે. આમાં વિજેતાને ૪.૫૬ મિલિયન ડોલર એટલે કે ૩૫.૫૬ કરોડ રૂપિયાની રકમ મળશે. નફ્લિક્સે પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે, શોમાં ભાગ લેનાર ખેલાડીને ઓરીજીનલ શોમાંથી પ્રેરિત રમતમાં ભાગ લેવાનો રહેશે. તેમાં અન્ય રમતો પણ ઉમેરવામાં આવશે. શોમાં પાર્ટિસિપન્ટ્‌સને એલિમિનેટ કરવામાં આવશે ત્યારે તેમની સ્ટ્રેટેજી, એલાયન્સ અને કેરેક્ટરની પણ ચકાસણી કરવામાં આવશે. આ રિયાલિટી શોમાં ભાગ લેવા માટે પાર્ટિસિપન્ટની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જાેઈએ. ‘સ્ક્વિડ ગેમઃ ધ ચેલેન્જ’માં ભાગ લેનારાઓએ અંગ્રેજી બોલવતા આવડવું જાેઈએ અને ૨૦૨૩ના પહેલા ચાર અઠવાડિયામાં ઉપલબ્ધ રહેવા જાેઈએ. તેમાં શ્રેણીની જેમ જ ૪૫૬ ખેલાડીઓ હશે. નેટફ્લિક્સે તેના માટે કાસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે નેટફ્લિક્સે સ્પર્ધકો માટે સ્ક્વિડગેમ કાસ્ટિંગ ડોટ કોમ નામની વેબસાઇટ પણ બનાવી છે. તમે પણ ભાગ લેવા માંગતા હોવ તો અહીં તપાસ કરી ભાગ લઈ શકો છો. નેટફ્લિક્સે સ્ક્વિડ ગેમની ક્લિપ શેર કરીને લખ્યું છે કે, શું તમે ગેમ રમવા માંગો છો? સ્ક્વિડગેમ કાસ્ટિંગ ડોટ કોમની મુલાક૫ લો અને ‘સ્ક્વિડ ગેમઃ ધ ચેલેન્જ’ માં જાેડાઓ.

International-Netflix-Squid-Game-The-Challenge.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *