Delhi

મહિલા સાંસદના કપડા દિલ્હી પોલીસે ફાડ્યાના આરોપનો વિડીયો શશિ થરૂરે શેર કર્યો

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની મહિલા સાંસદ જાેતિમણિએ દિલ્હી પોલીસ પર અભદ્રતા કરવાનો આરોપ લગાવ્યો છે. ટિ્‌વટર પર શેર કરવામાં આવેલા પોતાના વીડિયોમાં તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસના જવાનોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના જૂતાને પણ ઉતારીને ફેંકી દીધા અને ત્યારબાદ કોઇ ગુનેગારની માફક તેમને ઢસેડતા અન્ય મહિલા વિરોધકર્તાની સાથે બસમાં લઇ ગયા. તેમણે આ વીડિયોને શેર કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા ગુસ્સામાં છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમનો આ વીડિયો પણ શેર કર્યો છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસની મહિલા સાંસદ જાેતિમણિના ટ્‌વીટને વરિષ્ઠ નેતા શશિ થરૂરે શેર કરતાં લખ્યું કે કોઇપણ લોકતંત્ર માટે અપમાનજનક છે. મહિલા પ્રદર્શનકારી સાથે આ પ્રકારની ડીલ કરવી ભારતીય મૂલ્યોના શિષ્ટાચારની વિરૂદ્ધ છે અને તે પણ લોકસભાની એક સાંસદ સાથે આવો વ્યવહાર થવો નીચતાની હદ છે. તેમણે કહ્યું કે તે દિલ્હી પોલીસના આ કૃત્યની નિંદા અને ખંડન કરે છે અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્રારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે સતત તપાસના લીધે કોંગ્રેસી કાર્યકર્તા અને નેતા ક્રોધે ભરાયેલા છે. આ પૂછપરછ અને કેન્દ્ર સરકારના વલણ વિરૂદ્ધ તે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે ૧૫ જૂનના રોજ દિલ્હીમાં થયેલા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી સાંસદ જાેતિમણિએ દિલ્હી પોલીસ પર કપડાં ફાડવાનો અને અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર આ ઘટનાને શેર કરી. તેમણે આ ટ્‌વીટને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ શેર કરી છે. તેમણે આ તેને શેર કરતાં લખ્યું છે કે કોઇપણ લોકતંત્ર માટે અપમાનજનક છે.

India-congress-mp-jothimani-alleged-that-the-delhi-police-personnel-tore-her-clothes-shashi-tharoor-shares-her-video.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *