Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો સુપ્રીમે ઈન્કાર કર્યો

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં બુલડોઝર દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેના પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી શકાય નહીં. કોર્ટે યુપી સરકારને આ મામલે ૩ દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. જમીયત ઉલેમા એ હિન્દ દ્વારા પ્રયાગરાજની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલવે એ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જે કેસમાં કાર્યવાહી થઈ છે તેમાં પહેલેથી નોટિસ આપવામાં આવી હતી. પછી ભલે તે પ્રયાગરાજની હોય કે કાનપુરની. સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી જીય્ તુષાર મહેતાએ કહ્યું કે દિલ્હીના જહાંગીરપુરીવાળા કેસમાં પણ અમારું આ જ સ્ટેન્ડ હતું. ડિમોલિશનથી પ્રભાવિત કોઈ પક્ષ આવ્યો નથી. તેમણે કહ્યું કે જમીયત ઉલેમા એ હિન્દે અરજી દાખલ કરી જે સીધી રીતે પ્રભાવિત નથી. જેના પર કોર્ટે કહ્યું કે પ્રભાવિત/પક્ષકારની વાત હાલ ન કરો. જ્યારે એક રાજકીય પક્ષ અરજી દાખલ કરે છે ત્યારે તેમના પોતાના નિહિત સ્વાર્થ હોય છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ પણ એસજીની વાતને ઉઠાવી અને કહ્યું કે કોર્ટે જાેવું જાેઈએ કે અરજીકર્તા કોણ છે. કેટલાક લોકો ફક્ત અખબારના રિપોર્ટ જાેઈને અરજી કરી નાખે છે. આ કેસમાં આગામી સુનાવણી હવે આવતા મંગળવારે થશે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું કે તોડફોડની કોઈ પણ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાથી થવી જાેઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે એવા પણ રિપોર્ટ છે કે આ બદલાની કાર્યવાહી છે. હવે એ કેટલું સાચું છે તે અમને ખબર નથી. આ રિપોર્ટ્‌સ સાચા પણ હોઈ શકે અને ખોટા પણ. જાે આ પ્રકારે વિધ્વંસ થાય તો ઓછામાં ઓછું જે પણ થઈ રહ્યું છે તે કાયદાકીય પ્રક્રિયા મુજબ થવું જાેઈએ.

India-Delhi-Suprim-Court-of-India-Bulldozer-action-Suprim-Court-seeks-reply-from-UP-government-in-3-days-hearing-to-be-held-next-week-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *