તા.17/6/22 ના રોજ વેરાવળ ખાતે ડેપ્યુટી કલેકટર ઓફિસના સભાગૃહમાં સોમનાથ મતવિસ્તાર ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ની આગેવાની મા ભાવનગર મ્યુ.કમિશનર અજય દહીંયાં સાથે કોંગ્રેસ નગરસેવકો ની સભા યોજાઈ હતી.જે સભા અનેક સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવી.
ઘણા લાંબા સમય થી વોર્ડ કોંગ્રેસ ના ચૂંટાયેલા વોર્ડ 2,3,5,6,10 મા પ્રાથમિક સુવિધાઓ નો અભાવ તેમજ રોડ,પાણી,લાઈટ,ગટર,સફાઈ જેવી સગવડતાઓ આજે પણ યોગ્ય રીતે નગરપાલિકા પૂરી પાડતી નથી.વર્ષોથી ભૂગર્ભ ગટર જે વિસ્તાર મા બની ગયેલ છે ત્યાં આજે ઓન રસ્તા બનેલ નથી,આજે પણ મોટાભાગના વિસ્તાર મા ટેન્કર દ્વારા અનિયમિત પાણી આપવામાં આવે છે આ ઉપરાંત આજે પણ 30% લોકો પાસે લાઈટ નથી અને 40% જેટલા વિસ્તાર માં ગટર,રસ્તા અને પાણી થી વનચિત છે.
આ તકે ભાવનગર મ્યુ.કમિશનર અજય દહીંયાં તેમજ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના ચીફ ઓફિસર ચેતન દુનિયા હાજર રહેલા હતા તેમજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા મ્યુ.કમિશનર અજય દહીંયાં ને વેરાવળ શહેર સર્વાંગી વિકાસ માટેનું અનુરોધ કરેલ છે અને ખાસ પછાત વિસ્તાર કે જયાં આજે પણ લોકો પ્રાથમિક સગવડતાઓ ન હોવાના કારણે લોકો ખૂબ તકલીફ ભોગવી રહયા છે તેમની સમસ્યાઓ દૂર કરી લોકોને ન્યાય આપાવવા અનુરોધ કરેલ હતું.
Attachments area


