ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા’નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળપણ થી જ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવાય અને તેમનામાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકસે તેવા વિચારોનો ઉદભવ થાય તે રહેલો છે.ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
છોટાઉદેપુર જીલ્લામાં આ સ્પર્ધાનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવશે.જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો તેમજ વિધાર્થીઓ માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.
આ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘આરોગ્ય અને સુખાકારી માટે જીવસૃષ્ટિની સમજણ’ રાખવામાં આવ્યો છે.હાલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હોઈ આગામી સમયમાં તેના પાંચ પેટા વિષયો આધારિત પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી તેની રજૂઆત કરવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
