Gujarat

બ્રહ્માસ્ત્ર રિલિઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ

મુંબઈ
ત્રણ પાર્ટની ફિલ્મમાંથી પહેલો પાર્ટ બ્રહ્માસ્ત્ર ૧ તરીકે આવી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં એક સીનમાં જાેવા મળે છે કે, રણબીર કપૂર ઉછળીને મંદિરનો ઘંટ વગાડી રહ્યો છે અને આ સમયે તેણે પગમાં જૂતાં પહેરેલાં છે. મંદિરમાં જતાં પહેલાં ચંપલ ઉતારવાની પરંપરા છે, પરંતુ ફિલ્મ મેકર્સ આવી સાદી બાબતનું પણ ધ્યાન રાખી શક્યા નથી. ઈન્ડિયન માઈથોલોજીમાં બ્રહ્માસ્ત્રનો અર્થ અને તેની અસરકારકતા અજાેડ છે. ઈન્ડિયન કલ્ચરનો બિઝનેસ માટે ઉપયોગ કરવાની માનસિકતાની સાથે તેનું અપમાન કરવાની આ હરકત ઘણાં નેટિઝન્સને પસંદ આવી નથી અને તેઓ ફિલ્મનો બોયકોટ કરવા કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જાેહરે માઈથોલોજી અને મોડર્ન સોસાયટીના કન્સેપ્ટને ભેગા કરીને બ્રહ્માસ્ત્રનું પ્રોડક્શન શરૂ કર્યું છે. રીઅલ લાઈફ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં પહેલી વાર સાથે સ્ક્રિન શેર કરશે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયા બાદ તેના ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. બોલિવૂડમાં અગાઉ ક્યારેય આવી ફિલ્મ નથી આવી તેવું ઘણાં કહી રહ્યા છે. વીએફએક્સના કારણે આ ફિલ્મ વધારે અસરકારક જણાય છે, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં એક એવો સીન આવ્યો છે, જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રણબીર કપૂર પગમાં શૂઝ પહેરીને મંદિર તરફ દોડતો અને અને ઘંટ વગાડતો જાેવા મળે છે.

Entertainment-Brahmastra-Film-Protest.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *