સુરત
મૂળ ઉતરપ્રદેશના ફતેપુરના વતની અને હાલમાં અમરોલી કોસાડ રોડ પર વેદાંત ઇવા ખાતે રહેતો ૧૯ વર્ષીય સંદિપ વસંતલાલ પ્રજાપતિ અને શિવકરણ દેસરાજ પ્રજાપતિ (ઉ.વ.૨૮) કતારગામ જૂની જીઆઇડીસીમા કિશન આર્ટ નામની કાપડ યુનિટમાં ત્રીજા માળે ક્રેઇનની મદદથી એમ્બ્રોઇડરી મશીન ચઢાવી રહ્યા હતા. તે સમયે અચાનક મશીનનો બેલ્ટ ખુલી જતા મશીનનું બેલેન્સ ખોરવાયું હતું. જેથી ત્રીજા માળે ઉભેલો સંદિપ શટર અને મશીન વચ્ચે દબાઇ જતા ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું. જ્યારે એમ્બ્રોઇડરી મશીન સાથે ઉભેલો શિવકરણ મશીન સાથે નીચે પટકાતા મોત થયું હતું. કતારગામ જીઆઇડીસીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે પહેલા એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી નીચે પડે છે અને તેની સાથે જ મજૂર પણ નીચે પટકાય છે. જે રીતે ધડાકાભેર મશીન સાથે મજૂર નીચે પટકાય છે તે દૃશ્યો કમકમાટીભર્યા દેખાઈ રહ્યા છે.સુરતમાં કતારગામ જૂની જીઆઇડીસીમાં કાપડ યુનિટમાં ત્રીજા માળે એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે સર્જાયેલા અકસ્માતમાં બે શ્રમજીવી યુવાનના મોત નીપજ્યા હતાં. ક્રેનથી મશીન ચડાવતી વેળા ત્રીજા માળેથી મશીન નીચે પટકાયું હતું. જેમાં એક યુવાનનું મશીન અને શટરની વચ્ચે દબાઈ જતાં અને બીજાનું ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું હતું. જેને પગલે પોલીસે ક્રેનના માલિક અને ક્રેનના ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રેનના ડ્રાઈવર પાસે ક્રેન ચલાવવાનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે.
