Delhi

કર્મચારીઓએ એલન મસ્ક વિશે ટીકા કરતા તેમને નોકરી ગુમાવવી પડી

નવીદિલ્હી
કોર્પોરેટ વર્લ્‌ડમાં એક વાત કહેવામાં આવે છે- બોસ ઇઝ ઓલવેઝ રાઈટ! એટલે કે કર્મચારીઓને બોસ જે પણ કહે, તે હંમેશા સાચું હોય છે. જાે તમે તેમની ટીકા કરો છો તો તેનું પરિણામ સારું નથી આવતું. આવું જ થયું રોકેટ શિપ બનાવતી એક કંપની જીॅટ્ઠષ્ઠીઠ સાથે. જ્યારે તેના કેટલાક કર્મચારીઓએ ખુલ્લો પત્ર લખી પોતાના બોસની ટીકા કરી, તો તેમને નોકરી ગુમાવવી પડી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કયો બોસ છે? અહીં તમને જણાવી દઈએ કે, અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની. જે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ્‌ીજઙ્મટ્ઠ ના ફાઉન્ડર છે અને સ્પેસએક્સ તેમની કંપની છે. ખરેખર આ સમગ્ર મામલાનો ખુલાસો થયો સ્પેસએક્સના પ્રેસિડેન્ટ ય્ુઅહી જીર્રંુીઙ્મઙ્મ ના એક ઇ-મેઇલથી. આ ઇ-મેઇલમાં તે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો ઉલ્લેખ છે, જેમણે એલન મસ્કના આચરણની ટીકા વાળો ખુલ્લો પત્ર લખ્યો હતો. જાે કે, કેટલા કર્મચારીઓએ નોકરી ગુમાવી તેનો ખુલાસો થઈ શક્યો નથી. કર્મચારીઓના ઓપન લેટરમાં એલન મસ્કના કેટલાક ટ્‌વીટની ટીકા કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ ટ્‌વીટના કારણે કંપનીની છબી ખરાબ થઈ છે. તેને લઇને પ્રેસિડેન્ટ શોટવેલે જે ઇ-મેઇલ મોકલ્યો છે, તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કંપનીને તેમના બોસની ટીકા ઉશ્કેરણીજનક લાગી અને તેમને લાગે છે કે કર્મચારીઓએ તેમની લાઈન ક્રોસ કરી છે. કર્મચારીઓને નોકરીમાંથી તે દિવસે કાઢી મુકવામાં આવ્યા, જે દિવસે એલન મસ્કે ટિ્‌વટરના કર્મચારીઓ સાથે પહેલી વખત વાત કરી હતી. હાલમાં જ ટેસ્લાએ ૪૪ અબજ ડોલરની ઓફર કરી ટિ્‌વટરને ખરીદવાની ડિલ કરી હતી. એલન મસ્ક ટિ્‌વટર પોલિસીના પણ ઘોર ટીકાકાર રહ્યા છે. ખાસ કરીને ફેક એકાઉન્ટને લઇને. જાેકે, એલન મસ્કના ટ્‌વીટ તેમના માટે વધુ મુશ્કેલીના કારણો છે. હાલમાં એક વ્યક્તિએ ડોજકોઈનને લઇને એલન મસ્કના ટ્‌વીટ કરવાને લઇને તેમની પાસે ૨૫૮ અબજ ડોલરનું નુકસાન માંગ્યું છે. મેનહેટનની ફેડરલ કોર્ટમાં કીથ જાેનસન નામના એક વ્યક્તિએ ડેજકોઈનમાં રોકાણથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અરજી દાખલ કરી છે.

International-Employees-of-this-company-had-to-criticize-the-boss-lost-their-jobs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *