Maharashtra

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈએ નવો ખુલાસો કર્યો

મુંબઈ
સિદ્ધુ મુસેવાલાના મર્ડર કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હીથી પંજાબ લાવવામાં આવ્યો છે. પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ પોતાની જિંદગીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તે અને તેની ગેંગ ખંડણીનું કામ કરતા હતા. તેઓએ ક્યારેય કોઈ વ્યક્તિને ટાર્ગેટ કર્યા નથી. પોલીસને જણાવ્યું છે કે, ખંડણીનું કામ ક્યારે ગેંગવોરમાં તબદીલ થઈ ગયું તેની ખબર પણ ના પડી. બિશ્નોઈએ જણાવ્યું છે કે, શરૂઆતમાં પંજાબી ગ્રુપની અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ તેના ગ્રુપના નિશાના પર હતી. મોટી રકમની વસૂલી કરવા માટે બિશ્નોઈનું ગ્રુપ પ્રસિદ્ધ વ્યક્તિઓના ફેસબુક એકાઉન્ટ ટ્રેક કરતું હતું. ત્યારબાદ કયા કલાકાર પાસેથી ખંડણી વસૂલ કરવી તે નક્કી કરવામાં આવતું હતું. લોરેન્સે જણાવ્યું કે, અનેક દિગ્ગજ કલાકારો પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર લોરેન્સે પોલીસને જણાવ્યું છે કે, પંજાબના ૬ જિલ્લાઓ સહિત હિમાચલના બદ્દીમાં પણ વેપારીઓ, કલાકારો પાસેથી ૫ લાખથી લઈને ૫૦ લાખ સુધીની ખંડણી વસુલ કરી છે. જાેખમી ગેંગસ્ટરોના ઈલાજ માટે પણ ૧૫ લાખ સુધીની માગ કરી છે. મોહાલી, લુધિયાણા, જલંધર, અમૃતસર અને માલવા બેલ્ટના વેપારી, કલાકાર તેમના ગ્રુપના નિશાના પર છે. બે દિવસની પૂછપરછ બાદ પંજાબ પોલીસને દિલ્હી પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મુસેવાલાના હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ બિશ્નોઈ છે. અત્યામુંબઈ
સિદ્ધુ મુસેવાલાના મર્ડર કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હીથી પંજાબ લાવવામાં આવ્યો છે. પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ પોતાની જિંદગીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તે અને તેની ગેંગ ખંડણીનું કામ કરતા હતા. તેઓએ ક્યારેય કોઈ વ્યક્તિને ટાર્ગેટ કર્યા નથી. પોલીસને જણાવ્યું છે કે, ખંડણીનું કામ ક્યારે ગેંગવોરમાં તબદીલ થઈ ગયું તેની ખબર પણ ના પડી. બિશ્નોઈએ જણાવ્યું છે કે, શરૂઆતમાં પંજાબી ગ્રુપની અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ તેના ગ્રુપના નિશાના પર હતી. મોટી રકમની વસૂલી કરવા માટે બિશ્નોઈનું ગ્રુપ પ્રસિદ્ધ વ્યક્તિઓના ફેસબુક એકાઉન્ટ ટ્રેક કરતું હતું. ત્યારબાદ કયા કલાકાર પાસેથી ખંડણી વસૂલ કરવી તે નક્કી કરવામાં આવતું હતું. લોરેન્સે જણાવ્યું કે, અનેક દિગ્ગજ કલાકારો પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર લોરેન્સે પોલીસને જણાવ્યું છે કે, પંજાબના ૬ જિલ્લાઓ સહિત હિમાચલના બદ્દીમાં પણ વેપારીઓ, કલાકારો પાસેથી ૫ લાખથી લઈને ૫૦ લાખ સુધીની ખંડણી વસુલ કરી છે. જાેખમી ગેંગસ્ટરોના ઈલાજ માટે પણ ૧૫ લાખ સુધીની માગ કરી છે. મોહાલી, લુધિયાણા, જલંધર, અમૃતસર અને માલવા બેલ્ટના વેપારી, કલાકાર તેમના ગ્રુપના નિશાના પર છે. બે દિવસની પૂછપરછ બાદ પંજાબ પોલીસને દિલ્હી પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મુસેવાલાના હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ બિશ્નોઈ છે. અત્યાર સુધીની તપાસ પરથી જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલ આરોપી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી બરાડ, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ અને વિક્રમ બરાડના આદેશ પર કામ કરતા હતા. આ તમામ ગેંગસ્ટરોએ ફેસબુક પ્રોફાઈલથી મુસેવાલાના મર્ડરની જવાબદારી લીધી હતી. આ મામલે લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ તથા અન્ય આરોપી સહિત અન્ય ષડયંત્રકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસે તિહાર જેલમાં પૂછપરછ કરી છે. ભગવાનપુરિયા વિરુદ્ધ હત્યાના ૧૫૦ કેસ નોંધવામાં આવ્યા છે. જગ્ગુ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને પંજાબના નેતાઓ સાથે તેના કનેક્શન પણ સામે આવે છે.ર સુધીની તપાસ પરથી જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલ આરોપી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી બરાડ, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ અને વિક્રમ બરાડના આદેશ પર કામ કરતા હતા. આ તમામ ગેંગસ્ટરોએ ફેસબુક પ્રોફાઈલથી મુસેવાલાના મર્ડરની જવાબદારી લીધી હતી. આ મામલે લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ તથા અન્ય આરોપી સહિત અન્ય ષડયંત્રકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસે તિહાર જેલમાં પૂછપરછ કરી છે. ભગવાનપુરિયા વિરુદ્ધ હત્યાના ૧૫૦ કેસ નોંધવામાં આવ્યા છે. જગ્ગુ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને પંજાબના નેતાઓ સાથે તેના કનેક્શન પણ સામે આવે છે.

India-Sidhu-Musewala-murder-case-Gangster-Lawrence-Bishnoi-makes-new-revelation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *