Gujarat

જૂનાગઢ જિલ્લામાં ૧૮૦૦,સ્થળોએ વિશ્વ યોગ દિવસ ઉજવાશે

સાગર નિર્મળ
જૂનાગઢ
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અને લોકો પોતાના જીવનમાં નિયમિતપણે યોગને અપનાવવા કલેક્ટરનો અનુરોધ
શહેરના ઉપરકોટ, ગિરનાર પર્વત,સહિત ૬ ઐતિહાસિક સ્થળોએ કરાશે યોગા દિવ્યાંગો પણ યોગાભ્યાસમાં જોડાશે
જૂનાગઢ ભારતની આધ્યાત્મિક વિરાસતના હિસ્સા એવા યોગના ૮,માં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સહભાગી થવા અને લોકોને પોતાના રોજીંદા જીવનમાં નિયમિતપણે યોગને સ્થાન આપવા માટે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસના પૂર્વે કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે,
આજે કલેક્ટર કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ ને સંબોધિત કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મોટા ફલક પર માનવતા માટે યોગાની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૧૮૦૦,થી વધુ સ્થળોએ યોગ અભ્યાસુઓ દ્વારા યોગા કરવામાં આવશે. જેમા જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અને શહેરનો બીએપીએસ શ્રી સ્વામિનાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ૬ ઐતિહાયસિક સ્થોળએ યોગા કરવામાં આવશે. આ સ્થળોમાં  ઉપરકોટ, દામોદરકુંડ, ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર, ખાપરા કોડિયા ગુફા, સાસણ ગીર, અને દેવળીયા પાર્ક ખાતે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને યોગા કરવામાં આવશે,જિલ્લા કલક્ટરની એક નવી પહેલરૂપે દિવ્યાંગ લોકોને પણ યોગા કાર્યક્રમમાં જોડવામાં આવશે.
કલેક્ટરએ ઉમેર્યું હતું કે, જિલ્લાના ૯ તાલુકા, ૭ નગરપાલિકા, ૨૮૭ આરોગ્ય કેન્દ્ર,૧૨૭૮,જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, જૂનાગઢ શહેરના ૧૫ વોર્ડ, ૧૯ પોલીસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટર અને  જિલ્લા જેલ, ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે,આ કાર્યક્રમનો વહેલી સવારે ૬ કલાકે પ્રારંભ થશે. જેમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંબોધિત કરશે,
આધ્યામિક, ક્વોન્ટમ, મેન્ટલી, સોશિયલી અને ઈમોશનલી હેલ્થ માટે યોગા જરૂરી હોવાનુ જણાવતા કલેક્ટરએ કહ્યુ કે, યોગ લોકોના જીવનમાં સંતુલન લાવે છે, સાથે જ તનાવ અને સેંકડો બિમારીઓથી દૂર રાખે છે,વિશ્વ યોગ દિવસના માધ્યમથી લોકો આત્મિક જોડાણ કેળવી એક સકારાત્મક ઊર્જા સાથે લોકોનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે આજે દૂનિયાભરના લોકો એલોપેથિ સારવારના શરીર પર થતા દુષ્પ્રભાવના કારણે ભારતની પુરાતન ચિકિત્સા પદ્ધતિ અને  આયુર્વેદ તરફ વળી રહ્યાનુ  ઉમેર્યું હતું,
આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણીયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, આસિસ્ટંટ કલેક્ટર હનુલ ચૌધરી, જિલ્લા રમત ગમત અધિકારી હિતેશ દિહોરા અને અખબાર તેમજ ઈ.મીડિયા તેમજ ડિજિટલ મીડિયા માધ્યમના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220620-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *