અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.
જેતપુર ધારેશ્વર હરિઓમ વૃદ્ધાશ્રમ નજીક નેશનલ હાઇવે પર હોટલો પાસે બાઈક અને રેલવે પોલીસ વાન સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક ઓવરટેક કરવા જતાં એ સમયે રેલવે પોલીસ વાન પસાર થઇ રહી હતી જેના અડફેટે બાઈકને ટક્કર લાગતાં અન્ય બાઈક સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં બે યુવકોને જેતપુર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતા
બનાવ આ અંગેની પ્રાપ્ત માહિતી જેતપુર નેશનલ હાઈવે ધારેશ્વર વિસ્તાર નજીક હરિઓમ વૃદ્ધાશ્રમ પાસે પસાર અકસ્માત સર્જાયો હતો જેમાં માણાવદર થી રાજકોટ જઈ રહેલા યુવકો પ્રજાપતિ જય દિપકભાઈ (ઉ.મ.21) તેમજ બાઈક પાછળ બેઠેલ જય દિપકભાઈ બગથળીયા (ઉ.મ.22) પુર ઝડપે પોતાની ગાડી હંકારી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન બાઈક ચાલક ઓવરટેક કરવા જતાં જુનાગઢ થી રાજકોટ જઈ રહેલ રેલવે પોલીસની વાન સાથે ટક્કર લાગતાં આગળ જઈ રહેલ બાઈક સાથે અથડાઈ હતી આ અકસ્માત સર્જતા રોડ ઉપર બન્ને યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા આ બનાવને પગલે વાહનોને નુકસાન થયું હતું બનાવ સર્જતા ની સાથે રાજકોટ જઈ રહેલા રેલવે પોલીસનાં જવાનોએ માનવતા દાખવી હતી અને 108 બોલાવી બન્ને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં રેલવે પોલીસનાં જવાનો પણ સાથે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોચ્યા બન્ને યુવકોને વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટના બાજુમાં રહે રહેલ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.


