જૂનાગઢ : કેશોદ સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.
કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ માણાવદરના ઉંટડી ગામે બુટાણી ચુનીભાઇ કેશવભાઇનું ઘર.માણાવદર પટેલ ચોક લલીતભાઇ વાલજીભાઇ ઝાલાવાડીયાનું ઘર.ભેંસાણના ખાખરા હડમતીયા ગામે નવા હડમતિયા વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
મેંદરડામાં જેરામભાઇ મનસુખભાઇ ખુંટનું મકાન તથા પ્રવિણભાઇ વાલજીભાઇ ખુંટનુ મકાન.કેશોદ સુમન સોસાયટીમાં આવેલ સરમણભાઇ આલાભાઇ સોલંકીના ઘરથી ભગવાનજી ભોવાન સરસાણીયાના ઘર સુધીનો વિસ્તાર. સુતારવાવ પાસે આવેલ મંગલમુર્તી એપાર્ટમેન્ટનાં બ્લોક નં. ૩૧૫ થી ૩૧૮ સુધીનો વિસ્તાર. વેરાવળ રોડ વનરાજ નગર-૫ માં આવેલ ગીરીશ માધવજીભાઇ રાઠોડના મકાનથી લઇને સતિષ અરજણ કોરાટના મકાન સુધીનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
કેશોદના ઉમીયાનગર-૧ માં આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટ સેકન્ડ ફલોર આખો, ચોવટીયા વાડીમાં આવેલ લક્કી અરવિંદભાઇ લાડવાના ઘરથી માલદેભાઇ લીલાભાઇ ટીંબાના ઘર સુધી નો વિસ્તાર.માંગરોળ નગરપાલીકાના ગાય ચોગાન વિસ્તારમાં રહેતા ચંદુભાઇ મણીલાલના મકાનથી ઉપરના માળ સહિત છબીલભાઇ ના મકાન સુધી તેમજ ચંદુભાઇ મણીલાલના મકાનથી નંદ કિશોરભાઇના મકાન સુધી તેમજ ગોકુળનાથજી મંદિરથી મનસુખભાઇ નાં મકાન સુધીનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૨૦ ઓકટબર સુધી અમલમાં રહેશે.
કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
