Gujarat

તાપી પરના કોઝ વેની સપાટીમાં વધારો જાેવા મળ્યો

સુરત
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા ંવરસાદે રમઝટ બોલાવી છે ત્યારે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી છલકાતું દેખાઈ રહ્યું છે. સુરતના પીવાના પાણીના સ્ત્રોત કોઝ વેની સપાટીમાં નોંધનીય વધારો થયો છે. સુરત જિલ્લામાં જે પ્રકારે વરસાદ છેલ્લા એક સપ્તાહની અંદર પણ છૂટો છવાયો તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસી રહ્યો છે. તેના કારણે જળાશયોમાં પાણીના સ્તર વધતા દેખાઈ રહ્યા છે. કોઝવેની સપાટી ૫.૩૩ મીટર હતી ત્યારબાદ તેમાં વધારો થયો હતો. હાલ ૫.૪૯ મીટર થઈ છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૧ દિવસમાં કોઝવેની સપાટી ૫ મીટરથી વધીને ૫.૪૯ મીટર પહોંચી ગઇ છે. કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. ૬ મીટર ઉપર કોઝવે ઓવરફલો થાય છે. જાે આગાહી પ્રમાણે વરસાદ રહેશે, તો કોઝ વે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડી શકે તેવી શક્યતા છે.સુરત શહેરમાં સાવર્ત્રિક વરસાદ છેલ્લા બે દિવસથી જાેવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *