Gujarat

રાજકોટમાં દારૂના નશામાં ઈસ્મે યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ
રાજકોટના કિટીપરામાં મૃતક આસિફ જુણેજાનો ભાઈ જાકીર ઉર્ફે જાહિદ જુણેજા ગાયકવાડીમાં પોતાના ઘરેથી એક્સેસ સાથે ભેંસ દોહવા માટે પોતાના વાડા તરફ જતો હતો. ત્યારે કિટીપરામાં તેના મિત્ર સુનિલ પરમાર ઘરે માતાજીનો માંડવો હોય સાથે ચા પણ લઇ ગયો હતો. સુનિલ અને જાકીર બન્ને મિત્રો ઉભા હતા. આ સમયે વીકી ઉર્ફે અશોક પરમાર નામનો શખસ નશાની હાલતમાં આવ્યો હતો. વીકીએ જાકીરને એક્સેસ પરથી પછાડી દીધો હતો અને ગાળો બોલવા માંડ્યો હતો. આથી જાકીરે તેના પિતરાઇ ભાઇ આસિફ જુણેજાને ફોન કર્યો હતો. પિતરાઇ ભાઈના ફોનથી આસિફ કિટીપરા ખાતે પોતાના ભાઈ પાસે આવી પહોંચ્યો હતો. બાદમાં નશાની હાલતમાં રહેલો વીકી ઉશ્કેરાયો હતો અને આસિફના પેટના ભાગે છરીનો ઘા ઝીંકી નાસી ગયો હતો. લોહીલૂહાણ હાલતમાં આસિફને રિક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડી હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આસિફના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડાતા હોસ્પિટલે પરિવારજનો આવી પહોંચ્યા હતા. પોલીસે હોસ્પિટલે પણ પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસિફના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે.રાજકોટના કિટીપરામાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડી વિસ્તારમાં રહેતો જાકીર જુણેજા પોતાના વાડા તરફ ભેંસ દોહવા જતો હતો. ત્યારે કિટીપરામાં પોતાના મિત્ર સુનિલના ઘરે માંડવો હોય તો સાથે ચા પણ લઇને ગયો હતો. બાદમાં નશાની હાલતમાં ટુ-વ્હિલરમાં આવેલા વીકીએ જાકીર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જાકીરે પોતાના પિતરાઇ ભાઇ આસિફને ફોન કરી બોલાવ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા વીકીએ આસિફના પેટમાં છરીનો ઘા ઝીંકી ફરાર થઇ ગયો હતો. બાદમાં આસિફને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે.

The-drunken-man-stabbed-his-brother-to-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *