Gujarat

ગાંધીનગરના ૧૯ વર્ષિય યુવકે સગીર પ્રેમિકાનું અપહરણ કર્યાની ફરિયાદ

ગાંધીનગર
આજકાલ દેશ સહિત ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓને બહોલાવી-ફોસલાવી તેમનું અપહરણ અને છેડતી, દુષ્કર્મ કરવાના કેસ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગરના ઈંદ્રોડા ગામના ૧૯ વર્ષીય શખ્સે ૧૫ વર્ષની સગીર પ્રેમિકાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લેતાં રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ત્યારે ગાંધીનગર સીપીઆઈ વી.જી. રાઠોડે અલગ અલગ ટીમો બનાવીને બન્નેનું પગેરૂ શોધી કાઢી શખ્સની ધરપકડ કરી બળાત્કાર – પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રખીયાલ પોલીસ મથકની હદમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા શાહપુરમાં મોસાળ રહી અભ્યાસ કરે છે. જેને ઈંદ્રોડા ગામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી અને બંને છાશવારે એકબીજાને મળતા અને મોબાઈલ ફોન ઉપર પ્રેમાલાપ કરતા રહેતા હતા. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો શખ્સ સગીર પ્રેમિકાને અવનવા પ્રલોભનો આપતો હતો. જેનાં કારણે સગીરા તેની વાતોમાં આવી ગઈ હતી. તો એક દિવસ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતાં દરમિયાન સગીરાને પરિવારે રંગેહાથ પકડી લેતા બંનેનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે શખ્સ તેમજ તેના પરિવાર સાથે માથાકૂટ પણ થઈ હતી. શખ્સ સુધરી જશે, પરંતુ ૧૬મી જૂનના સગીરા અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં પણ નહીં મળી આવતાં મેહુલની પણ તપાસ કરી હતી. ત્યારે તે પણ ગાયબ હોવાનું જાણવા મળતા રખીયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ મામલે ગાંધીનગર સીપીઆઈ વી.જી. રાઠોડે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર હાથ ધર્યો હતો અને શખ્સ સગીરાને ગાંધીનગરની બહાર અપહરણ કરીને લઈ જાય એ પહેલાં જ તેને દબોચી લીધો હતો. જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી દીધી હતી. આ અંગે શખ્સ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *