પાટણ,
હારીજ તાલુકાનાં રોડા ગામે રહેતા ગાયક કલાકાર કાંતિલાલ મણીલાલ તૂરી (ઉ.વ. ૬૫ ) તા. ૨૦મીનાં રોજ સરકારી કાર્યક્રમમાં ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી પરત પોતાનાં હારીજનાં રોડા ગામે જવા ખાનગી વાહનોમાં ફરતા-ફરતાં તેઓ હારીજ ખાતે આવ્યા બાદ પોતાના ગામે જવા માટે હારીજ કાઠી ત્રણ રસ્તા પાસે સાધનની રાહ જાેતા હતા. તેઓ ઘરે જવા વાહનની રાહ જાેતા જ હતા કે એક રીક્ષામાં એક મહિલા અને ત્રણ શખ્સોએ આવીને કાઠીયાવાડી લહેકામાં કાંતિભાઇને કહેલ કે, ‘કાકા, તમારે ક્યાં જવું છે? તેમ કહેતાં તેમણે રોડા ગામે જવાનું કહીને રીક્ષામાં બેઠા હતા, ત્યારે ડ્રાઇવર પાસે બેઠેલો એક શખ્સ તેમની પાસે પાછળ આવીને બેસીને કહે છે કે, ‘કાકા તમે અહીં ઉતરી જાઓ’ તેમ કહેતાં ગભરાયેલા કાંતિભાઇએ તેમને રોડા જવું છે, તેવી રકઝક કરી હતી ને કહ્યું કે, અમારે આગળ જવાનું નથી. આટલે સુધી જ જવાનું હતું. તેમ કહીને એક શખ્સ છરી બતાવી કાંતિભાઇને કહ્યું કે ‘તારી પાસે જે હોય તે આપી અહીં ઉતરી જા’ તેમ કહીને કાંતિભાઇનાં ઝભ્ભામાં હાથ નાંખીને તેમનું પાકીટ કાઢી લીધું હતું. જાેકે, મોબાઇલ લીધો નહોતો. તેઓએ ફોનથી તેમનાં સંબંધીને જાણ કરી હતી. તેઓ ચાલતા ઘેર પહોંચ્યા હતા ને તેમણે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.હારીજથી પાટણ રોડ ઉપર હારીજ તાલુકાનાં રોડા અને કાઠી ગામ વચ્ચે રોડ ઉપર એક ગાયક કલાકારને એક સ્ત્રી સહિત ચાર અજાણ્યા શખ્સ છરી બતાવીને ધમકીઓ આપી તેની પાસેથી રૂ. ૨ હજાર રોકડા તથા તેમનાં તમામ જરુરી ડોક્યૂમેન્ટ્સ સાથેના પાકિટની લૂંટ કરી ભાગી ગયા હતાં.
