ઊના
ગુજરાતમાં દારૂ, જુગારનું દુષણ વધી રહ્યું છે ત્યારે ઊનાનાં પંથકના પાણખાણ ગામે પોલીસે જુગાર રેઈડ કરી નરેન્દ્ર દેવજી રાઠોડ, ખોડુ મેઘા ગોહિલ, ઈસુબ જમાલ સરવૈયા, વિક્રમ જાેરૂ, જાેગુબાપુ ગોહિલને ઝડપી ૧૭,૩૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એલમપુરમાંથી ભીખા ભોઘા શિંગડ, મનસુખ અરશી રાઠોડ, ગોવિંદ મશરી બાંભણીયા, શામજી સીદી બાંભણીયા, જીણા બીજલ સાંખટ, ભાવેશ વલ્લભ બાંભણીયાને રૂ.૧૦,૨૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દેલવાડા ગામેથી રમેશ ભીખા જેઠવા, દિનેશ શંકરલાલ વાજા, વિનોદ કરશન ડાભી, રામસી માવજી બાંભણીયા, રાકેશ પ્રેમજી સોલંકી, જીતેશ કરશન વંશને ઝડપી લઈ રૂ.૮,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ ત્રણેય ગામમાંથી પોલીસે ૧૭ શખ્સને ઝડપી લીધા હતા.


