વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં રહેતો યુવક ઉમેશ ભીખુભાઇ હલપતિએ મંગળવારે સાંજે બેરોજગારી અને આર્થિક સકળામણથી કંટાળી મોતને વહાલું કરવા પાર નદીમાં મોતની છલાંગ લગાવી હતી. નદી કિનારે બેસેલા લોકોએ યુવકને આપઘાત કરતા જાેઈ તેને બચાવવા માટે સ્થાનિક આગેવાનો અને તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જાે મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઉમેશ હળપતિ ધો. ૮ પાસ હોવાથી જલ્દી નોકરી મળતી ન હતી. ઉમેશ ૩ બહેનો અને માતા પિતાને છોડી મોતને વહાલું કરી લેતા પારડી તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉમેશન પિતા બેન્ડ આર્ટિસ્ટ છે. અને લગ્ન સીઝનમાં બેન્ડમાં કામકરીને પરિવારનું સંચાલન કરતા હતાવલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં રહેતા આશાસ્પદ યુવક ઉમેશ ભીખુભાઇ હળપતિએ બેરોજગારી અબે આર્થિક સકળામણથી કંટાળીને પાર નદીમાં જંપલાવી મોતને વહાલું કર્યું હતું. યુવકે નદીમાં જંપલાવ્યું હોવાની જાણ પારડીના ચંદ્રપુરના તરવૈયાઓની થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી.


