Gujarat

બોરસદમાં યુવક સગીરાને પ્રેમમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું

આણંદ
આણંદના બોરસદના વ્હોરા ગામે રહેતા શખ્સે પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીરાને ૨૦મી જૂનના રોજ લલચાવી ફોસલાવી પટાવી ભગાડી ગયો હતો અને તેના ઘરે વ્હેરા ગામે રાખી હતી. જ્યાં તેણે અવાર નવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું શખ્સના કરતુતોથી હતપ્રભ સગીરા ગમે તેમ ત્યાંથી ભાગી હતી અને ઘરે પહોંચી હતી અને દૂષ્કર્મ ગુજાર્યું હોવાની સઘળી હકિકત પરિવારને જણાવતાં તેઓ ચોંકી ગયાં હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બોરસદના વ્હેરા ગામે રહેતા ૨૨ વર્ષિય શખ્સ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે લઇ ગયો હતો અને તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે બોરસદ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Trapped-in-love-fled-repeated-misdeeds.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *