Uncategorized

જામનગરમાં વચેટીયા મારફતે રૂ.40 હજારની લાંચ લેતા હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાયો.

  • જામનગરમાં વચેટીયા મારફતે રૂ.40 હજારની લાંચ લેતા હળવદના હેડ કોન્સ્ટેબલ ઝડપાયો…..

જામનગરમાં હળવદના પોલીસ કર્મચારીએ દારૂના કેસમાં રુપિયા 70 હજારની માંગણી કરી હતી જો કે અરજદારોએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોલીસકર્મી અને અરજદાર વચ્ચે પેસા ને લઈ રકઝક થઇ હતી બાદમાં વચેટીયા મારફતે રૂ.40 હજારમાં લાંચ લેવાનું નક્કી થયું હતું….

જામનગરમાં ગોકુલનગરમાં રહેતા ભરતભાઇ ચૌહાણ ઉર્ફે ચોટલીએ હળવદના કોન્સ્ટેબલ માટે રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા છે…

એસીબીએ આરોપીની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે… તેમજ આરોપી પોલીસ કર્મી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

હળવદના હેડ કોસ્ટેબલ પ્રવીણભાઈ પટેલે દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે માંગી હતી રૂપિયા ૭૦ હજારની લાંચ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *