નડિયાદ
નડિયાદ તાલુકાના જૂના બિલોદરા ગામે રહેતા ૨૧ વર્ષીય સંગીતાબેન વસંતભાઈ સોઢા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સંગીતાબેન પંચાયત ઓફીસથી પોતાના ઘરે જતા હતા. ત્યારે ગામના બ્રહ્માણી માતાના મંદિર નજીક ગામમાં રહેતા માજી સરપંચ કનુ ઉર્ફે હરિસિંહ ઉદેસિંહ સોઢાએ સંગીતાબેનને અટકાવ્યા હતા અને ગમે તેમ અપશબ્દો બોલી કહેવા લાગેલા કે, તમારે મને પૂછ્યા સિવાય કોઈપણ જાતનું પંચાયતનું વિકાસનું કામ કરવું નહીં. જાેકે, મહિલા સરપંચ સંગીતાબેનને ગાળો બોલવાની ના પાડતાં આક્રોશમાં આવેલા હરીસિહ ઉર્ફે કનુભાઈએ મહિલા સરપંચને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાદ માજી સરપંચ ઘરે જતા રહ્યા હતા આ પછી ગામના સરપંચના ચાલુ સભ્ય તરીકે ફરજ બજાવતા નારાયણ ઉર્ફે કિશોર સાકડભાઈ સોઢાએ મહિલા સરપંચના પતિ વસંતભાઈને ફોન કરી હું પણ પંચાયતનો સભ્ય છું અને મને પૂછ્યા સિવાય મારા વિસ્તારમાં કોઇ પણ જાતના વિકાસનું કામ કરવું નહીં અને કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી આ સંદર્ભે મહિલા સરપંચ સંગીતાબેનને માજી સરપંચ કનુ ઉર્ફે હરિસિંહ સોઢા અને ચાલુ સભ્ય નારાયણ ઉર્ફે કિશોરભાઈ સોઢા સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નડિયાદના જૂના બિલોદરા ગામે ગામના પૂર્વ સરપંચ અને ચાલુ સભ્યે ગામના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલુ જ નહી પરંતુ પૂર્વ સરપંચે પોતાનો રોફ જમાવી મહિલા સરપંચને જણાવ્યું કે, ‘તમારે અમોને પૂછ્યા સિવાય કોઈપણ જાતનું પંચાયતનું વિકાસનું કામ કરવું નહીં’ તેમ કહીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આથી આ સમગ્ર મામલે મહિલા સરપંચે પૂર્વ સરપંચ અને ચાલુ સભ્ય સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
