Gujarat

પ્રાચી તીર્થ નજીક ટીંબડી પ્રાથમિક શાળામાં  ઉજવવામાં આવ્યો શાળા પ્રવેશઉત્સવ..

 ગિરગઢડા તા
 ભરત ગંગદેવ.
.કોરોના કાળ એટલે કે બે વર્ષ થી સમગ્ર ગુજરાત માં શિક્ષણ કાર્ય ઠપ થયું હતું અને જેને લઈ ને બાળકો શિક્ષણ થી વંચિત થયા હતા ત્યારે હવે કોરોના સમાપ્ત થઈ ગયો છે અને આ વર્ષ થી શિક્ષણ કાર્ય સાથે ફરી વખત શિક્ષણ કાર્ય ધમધમતું થયું છે ત્યારે આજ રોજ સમગ્ર રાજ્ય માં બાળકો ને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે ગીર સોમનાથ જિલ્લા ની વિવિધ શાળાઓ માં શાળા પ્રવેશ ઉતસ્વ કાર્યકમ યોજવામાં આવ્યો હતો  જેમાં પ્રાચી તીર્થ નજીક ના  ટીંબડી  ગામે આવેલ પ્રાથમિક શાળા માં પણ પ્રવેશ મહોત્સવ યોજાયો હતો નાના બાળકોને કુમકુમના કરી અને મીઠા મોઢા કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે શાળાની અંદર વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો
 પ્રવેશ મહોત્સવ માં આ પ્રવેશ મહોત્સવ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજવીર સિંહ ઝાલા અધ્યક્ષ સ્થાનમાં યોજવામાં આવ્યો હતો
જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા કક્ષાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ આઇ.પરમાર સાહેબ .નાયબ ડીટીઓ ચાવડા સાહેબ .તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.પી.પરમાર  અને તલાટી સાગઠીયા , સી.આર.સી મહેતા . તેમજ ટીંબડી  ગામના સરપંચ  વિજયસિંહ વાળા તથા ઉપ સરપંચ  મનોજભાઈ વાળા ગ્રામ પંચાયતના સભ્યો સાથે  એસ.એમ.સી.ના સભ્યો અને આગેવાનોની હાજરીમાં ખુબ સરસ કાર્યક્રમ સંપન્ન થયો હતો
જ્યારે આ પ્રસંગે રાઠોડ સાહેબ દ્વારા સરકાર   પ્રવેશ મહોત્સવ ની યોજના અને હેતુઓને થી માહિતગાર કરેવામાં આવ્યા હતા
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય  રમેશભાઈ ચૌહાણ .. વર્ષાબેન વાળા  દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG_20220623_184846.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *