Gujarat

પ્રાચી પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની  ઊજવણી કરાઈ*

હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના પ્રાચી પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવો પ્રાથમીક લક્ષ્ય છે, જેથી
 ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનું આયોજન કરેલ છે. જેમા ગુજરાત ભરમાં ૧૮,૦૦૦ જેટલા ગામડાઓની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં પ્રવેશ પ્રક્રીયા માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે  સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામની પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭ માં શાળા પ્રવશોત્સવની શાનદાર ઊજવણી  કરાઈ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ કાર્યપાલ પેટા વિભાગ સુરેશ આર ચારલીયા. અરવિંદભાઈ મિસ્ત્રી પેટા વિભાગ વેરાવળ અને સ્કૂલના પ્રિન્સિપાલ રામસિંગ ભાઈવાળા દ્વારા દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ આ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથજિલ્લામાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે.
આ તકે ગીર સોમનાથ જિલ્લાના સુરેશ આર ચારલિયા અરવિંદભાઈ મિસ્ત્રી સ્કૂલના માજી પ્રિન્સિપાલ ચંદુભાઈ વ્યાસ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી ધર્મેશ ભાઈ પરમાર  ગોવિંદભાઈ પરમાર પ્રાચી સ્કૂલના પ્રિન્સિપાલ રામસિંગભાઈ વાળા તથા પ્રાથમિક શાળા સ્ટાફ  એમજ આંગણવાડી પ્રાચી બહેનો તેમજ  ગામના વાલીગણ  ઉપસ્થિત રહ્યા હતા. સમ્રગ કાર્યક્રમને સફળ   બનાવવા શાળા ના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

IMG-20220624-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *