આણંદ
સોજિત્રાના પીપળાવ ગામે રહેતા સાસરિયાએ પરિણીતાને સંતાનમાં દિકરાનો જ જન્મ થવો જાેઈએ તેવું દબાણ કરી દહેજ માંગી ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવતી રહી હતી અને પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પેટલાદના ઇસરામા ગામે રહેતા કૃપાબહેન પટેલના લગ્ન સોજિત્રાના પીપળાવ ગામે રહેતા ચિંતન પિનાકીન પટેલ સાથે થયાં હતાં. આ લગ્ન જીવન શરૂઆતમાં સારી રીતે ચાલ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાસરિયા સંતાનમાં દિકરાના જન્મ બાબતે અને વધુ દહેજની માગણી કરી કૃપાબહેનને ત્રાસ આપવા લાગ્યાં હતાં. સાસરિયાઓ નાની નાની બાબતે અપશબ્દ બોલી ઝઘડો કરી મારઝુડ કરી નારી નાંખવાની ધમકી આપી શારીરિક – માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. આ ઉપરાંત માસા સસરા અને મામા સસરા પણ અવાર નવાર ચઢવણી કરીત્રાસ આપતા હતા. આખરે કંટાળી કૃપાબહેન તેમના પિયર ઇસરામા ગામે આવી ગયાં હતાં. આ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે પતિ ચિંતનકુમાર પટેલ, સસરા પિનાકીન પટેલ, માસા સસરા વિજયભાઈ પટેલ, (રહે.કાસોર, ભાલેજ), માસી સાસુ મીનાબહેન વિજય પટેલ, મામા સસરા અવનીશ રાવજી પટેલ (રહે.ડેમોલ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
