કોરોના કાળ મા લોકસેવાર્થે વડિયા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.
રક્તદાન મહાદાન રૂપે સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વવારા રક્તદાનકરી પ્રારંભ કરાવ્યો.
વડિયા
કોરોના મહામારી થી સમગ્ર દેશ અને વિશ્વ પીડાઈ રહ્યુ છે ત્યારે દેશના ગામડામાં પણ હાલ કોરોના ના દર્દીઓ રૂપી સ્ટીકર અનેક ઘરના દરવાજે જોવા મળી રહ્યા છે. ત્યારે અનેક લોકો ને લોહી ની જરૂરિયાત ઉભી થતા લોહી ની અછત જોવા મળી રહી છે. આ કપરા સમય મા જરૂરિયાત મંદ લોકો ને પુરતુ જેતપુર અને રાજકોટ મા લોહી ની મદદ કરવા વડિયા મિત્ર મંડળ દ્વવારા વડિયા ની લોહાણા મહાજન વાડીમાં રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો પ્રારંભ પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ, સ્વામિનારાયણ મંદિર ના આનંદ સ્વરૂપદાસ સ્વામી, કંથડનાથ મંદિર ના ભરત બાપુ, ચેમ્બર ઓફ કોમર્સ ના પિન્ટુ ગણાત્રા દ્વવારા દીપ પ્રાગટ્ય કરી વડિયા સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વારા રક્તદાન કરી આ સેવાયજ્ઞ નો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વવારા કોરોના કાળ મા લોકો ને માસ્ક પહેરવા ને સાબુથી હાથ ધોવા ઉપરાંત લોકો ને વધુ મા વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી. આ કેમ્પ મા સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક અને રિચર્સ સેન્ટર રાજકોટ દ્વવારા રક્તદાન કેમ્પ મા લોહી એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સેવાયજ્ઞ થકી યુવાનો એ લોહીનું દાન કરી પુણ્ય નુ ભાથું બાંધ્યુ હતુ. આ સમગ્ર સેવા યજ્ઞ ને સફળ બનવવા પિન્ટુ ગણાત્રા, બજરંગ મિત્ર મંડળ ના દિનેશભાઇ સેજપાલ, મહંમદભાઇ સુમરા અને ગામના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા



