જૂનાગઢ. : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ દ્વારા નિરાશ્રીત ત્યકત્તાનું કુટુંબમાં મધ્યસ્થી કરી પુન સ્થાપન કરી ઘર ભાંગતા બચાવાયું છે. સાથે જ કોર્ટનું ભારણ ઘટાડવા માં આવ્યું છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જૂનાગઢ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરના કૌટુંબિક ઝઘડા થી ત્યક્ત્તા એવી નિરાશ્રીત બહેનની પુનઃસ્થાપન માટે ની જરૂરી કામગીરી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ પીડિતા ડિમ્પલબેન (નામ બદલાવેલ છે) અને તેમના પતિ અને સસરાને સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે રૂબરૂમાં બોલાવીને બન્ને પક્ષોનું કાઉન્સિલીંગ કરવામાં આવેલ છે. ઉપરાંત પીડિતાના પતિ છૂટાછેડા લેવાના નિર્ણય સુધી પહોંચી ગયેલા. જેમાં પતિની દરેક મુશ્કેલીમાં પત્ની નું મહત્વ પતિને સમજાવી, છૂટાછેડા લેવાના ગેરલાભ સમજાવી છૂટાછેડા લેવાનો નિર્ણય બદલવામાં આવ્યો હતો. અંતે બંને પતિ પત્ની નોકરી કરીને પોતાનું જીવન આગળ વધારવા પર સંમત થયા હતા. અને પીડિતાનું તેમના સાસુ સસરા અને પતિ સાથે મનમેળ કરી સમાધાન કરવામાં આવેલ હતું.
આ તમામ પ્રક્રિયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જૂનાગઢના જજ આટોદરિયા , જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણી, જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પ્રફુલ જાદવની પરામર્શ અને કાયદાકીય પ્રક્રિયા આગળ વધારી કરવામાં આવેલ છે
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
