Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 હવામાન વિભાગની આગાહી અન્વયે ખેડુતોએ કાળજી લેવી

જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્રારા ભલામણો કરવામાં આવી

 

જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર કારણે તારીખ ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ સૈારાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. સૈારાષ્‍ટ્રમાં પણ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે.

જેને ધ્યાને લઇ ખેડુતો કાળજી રાખવી જરૂરી છે. હાલ માં બીટી કપાસમાં પાક તૈયાર થયેલ હોય તૈયાર કપાસની વીણી તાત્કાલીક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો. ખેડુતો પોતાનો ઉત્પાદિત થયેલ પાક જેવા કે અળદ, મગ, બાજરી, મગફળી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેતી જણસી ઢાંકીને લઇ જવી. હવામાન ખાતાની આગાહી હોય તેવો સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે.

પશુઓ માટે ના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવન માં ઉડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકો માં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત જ ઉતારી લેવું. નવા વાવેતર બાબત જેવું કે ચણા, ધઉં, જીરૂ, ધાણા વગેરેનું વાવેતર વરસાદ કે પવનની આગાહીઓને ધ્યાને રાખી કરવું જેથી વાવેતર નિષ્‍ફળ ન જાય. ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષીત ગોડાઉનમાં પડે નહીં તે મુજબ રાખવો ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ નાઇટ્રોઝન યુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવુંઅને સુરક્ષા માટે કે સલામતી માટે ની તમામ વ્યવસ્થા રાખવી

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *