Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ/ધરણા સુત્રોચ્ચાર કરવા પર પ્રતીબંધ

જૂનાગઢ. : હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં. કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી.કે.બારીઆએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે આ જાહેરનામું ૧૪/૧૦/૨૦૨૦ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા

જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *