Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ જિલ્લાના ગામોમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

COVID-19 ની મહામારી બાબતે ગ્રામ્ય કક્ષાએ લોકોના વર્તનમાં પરીવર્તન લાવવા અને મહામારી સામે રક્ષણ મેળવવા ડિસેમ્બર-૨૦૨૦ સુધી અભિયાન ચલાવવામાં આવશે.

 

જૂનાગઢ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્રારા કાર્યરત સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્રારા કોરોના મહામારીથી બચવા લોકોમાં કોવિડ – ૧૯ ની માર્ગદર્શિકાનું પાલન થાય અને કોરોના મહામારીને ફેલાતી રોકી શકાય તે હેતું થી જલ શક્તિ મંત્રાલયનાં પેય જળ ખને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્રારા ગામડામાં કોરોના મહામારી સામે જનજાગૃતી કેળવવા માટે ઓક્ટોબર-થી ડિસેમ્બર-૨૦૨૦ સુધી વિવિધ માધ્યમોથી કોરોના ચેપને ફેલાતો અટકાવવા માટે આવશ્યક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત તો ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ ગ્લોબલ હેન્ડ વોશિંગ દિવસ ની જૂનાગઢ જિલ્લાનાં તમામ ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજનાનાં કર્મચારીઓ દ્રારા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ વોસિંગ સ્ટેશનનો ઉપયોગ કરી લોકોને સાબુથી યોગ્ય રીતે નિયમિત રીતે હાથ ધોવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ કોરોનાના નીયમોનું પાલન કરવા શપથ લેવામાં આવી હતી. જેમાં નિયમીત માસ્ક પહેરવું, બીજા વ્યક્તિઓ સાથે વાત કરતી વખતે બે ગજનું અંતર રાખવા, વારંવા સાબુથી હાથ ધોવા વગેરે જેવા મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા.

વધુમાં માહે ઓક્ટોબર-૨૦૨૦ થી ડીસેમ્બર-૨૦૨૦ દરમ્યાન જનજાગૃતી માટે વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃતિ હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો ઉપર વોલ પેઇન્ટીંગ કરવા, ઓડીયો-વિઝયુલ માધ્યમના ઉપયોગથી કોરોના સામે રક્ષણ હેતું સંદેશ લોકો સુધી પહોંચાડવો વગેરે જેવા માધ્યમોથી જનજાગૃતિ કેળવાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે ઉજવણી ને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢનાં ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી, પ્રવિણચૈાધરી તથા નિયામક આર.જે.જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચ/તલાટી તથા ગ્રામજનોના સહયોગથી જિલ્લા/તાલુકા કક્ષાના કર્મચારી દ્રારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *