માણાવદરની સેવા સહકારી મંડળી આખા ગુજરાતમાં સૌથી વધારે નફો કરતી ખમતીધર સહકારી મંડળી છે. મંડળીનું સુકાન દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ખેડૂત અગ્રણી દેવજીભાઇ ઝાટકીયાના હાથમાં હોઇ, મંડળી સતત વિકાસ તરફ ગતિ કરી રહી છે.મંડળીની 66મી વાર્ષિક સાધારણ સભા પટેલ સમાજના સભાગૃહમાં પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયા અધ્યક્ષપદે યોજાઈ ગઈ જેમાં કારોબારી સભ્ય વિજય ઝાટકીયાએ મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને સભાસદોએ સર્વાનુમતે મંજુર રાખેલ.
આ તકે દેવજીભાઇએ જણાવ્યું હતું કે, તાલુકાભરમાં આપણા આ મંડળીના સભ્યો ઓછામાં ઓછું ધિરાણ લે છે. તાલુકાની સારંગપીપળી મંડળીનું ધિરાણ અઢી કરોડ, પીપણણા મંડળીનું ધિરાણ રૂ. સાડા 3 કરોડ છે. જયારે આપણી આ મંડળીનું ધિરાણ માત્ર 80 લાખ રૂ.નું જ છે. છતા મંડળી સતત નફો કરી રહી છે. મંડળી પાસે ખાતર ક્રિભકો અને ઇફકોના રૂ.42 લાખના શેરનું ડિવિડન્ડ રૂ.8.50 લાખ, વે બ્રિજની ઉપજ રૂ. 3 લાખ આમ બધું મળી આ મંડળીને લાભ થતા સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાનું મંડળીએ નકકી કરેલ છે.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


