અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શ્રી જોષી એ સફળતા પૂર્વક ત્રણ પૂર્ણ કર્યા.- અમરેલી જીલ્લા હોમગાર્ડ નું રાજ્યકક્ષા એ આગવી ઓળખ ઉભી કરી.
અમરેલી જીલ્લા ના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ના સફળતા ત્રણ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા કડક અને ઈમાનદાર તેમજ સમય પાલન, શિસ્ત પાલન અને કર્તવ્ય પાલન ના હિમાયતી જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી એ તા.૨૪/૧૦/૧૭ ના રોજ જિલ્લા કમાન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યા ને ત્રણ વર્ષ પૂર્ણ થયા જેના કાર્યકાળ માં અમરેલી જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અનેક પ્રગતિ ના સોપાન સર કર્યા છે રાજ્ય કક્ષાના તાલીમ કેમ્પ માં અમરેલી ના જવાનો ને તાલીમબદ્ધ થવા મોકલ્યા ત્રણ વર્ષ માં જવાનો ને ૮૦ થી વધુ સ્મૃતિ ચિહ્ન કે પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા જે જિલ્લા માટે ગૌરવ ની વાત છે કોરોના વોરિયર્સ તરીકે હોમ ગાર્ડ જવાનો ને પ્રોત્સાહિત કર્યા જિલ્લા કચેરી ખાતે કારકુન મહેકમ ન હોવા છતાં ખુદ કામગીરી કરી જવાનોના માનદ બીલ દસ તારીખ સુધીમાં પગાર કરવાની કામગીરી પ્રસંશનીય છે વૃક્ષારોપણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પ દ્વારા સેવાકીય કાર્યો અને સ્મશાન સફાઈ જેવી પ્રવૃત્તિ થી દળની આગવી ઓળખ ઉભી કરેલ છે પી.સી. રેન્ક ઉમેદવારો ની મીટીંગ આયોજન અને માર્ગદર્શન ના કારણે જિલ્લા ના અનેક ઉમેદવારો રેન્ક ટેસ્ટ પાસ થયા એસ.પી.સી. રેન્ક માં યુનિટ અધિકારી ની નિમણુક કરાવેલ.એન.સી. ઓ. રેન્ક ટેસ્ટ ના ચાર સફળ આયોજન કરી રાજ્ય કક્ષાએ જિલ્લાને અગ્રેસર બનાવેલ છેનજિલ્લાના માનદ અધિકારીઓને છ છ માન. મુખ્યમંત્રી મેડલ મળવા એ શ્રી જોષી ના કાર્યકાળ ની ખાસ યશ કલગી છે મેડલ મેળવનાર ઓનું માન. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ હસ્તક સન્માનિત કરાવી પ્રોત્સાહિત કરેલ છે જિલ્લા કચેરી માટે અને જાફરાબાદ યુનિટ માટે જમીન મેળવી તથા અન્ય યુનિટ માટે ગ્રાઉન્ડ અને કચેરી માટે મકાન બને એ માટે સતત પ્રયત્નશીલ છે જીલ્લા કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ હંમેશા હોમગાર્ડ જવાનો ની સાથે ઉભા રહી જવાનો નો ઉત્સાહ પુરો પાડી રહ્યા છે લોકડાઉન બંદોબસ્ત, કોરોનાં કન્ટેમેન્ટ બંદોબસ્ત, તહેવારો અને ચૂંટણી બંદોબસ્ત, નાઈટ ડ્યુટી વગેરે જેવી ફરજ બજાવી હોમગાર્ડ જવાનો પોલીસ ની કદમ મીલાવી કામગીરી કરી રહ્યા છે આ તકે હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા જીલ્લા કમાન્ડન્ટ શ્રીજોષી ના ત્રણ વર્ષ પૂર્ણ થવાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરક



