Gujarat

જૂનાગઢના યુવકને એમડીમાં પ્રવેશ અપાવવાના બહાને દંપતીએ લાખો ખંખેર્યા

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં એક છેતરપિંડીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. માણાવદર તાલુકાના નાકરા ગામના તબીબ રોનક મણીલાલ કકકડે એમડીમાં એડમિશન લેવા માટે નીટની પરીક્ષાનું ઓન લાઇન ફોર્મ ભર્યુ હતુ. જે અંગેની વિગતો યેનકેન પ્રકારે સૂરત રહેતા સતિષ ભૂપત કાનાણી અને તેમની પત્ની સોનલ સતિષ કાનાણીને મળી હતી. જે બાગ આ દંપતીએ લાખો રૂપિયા ખંખેરવાનો કારસો રચી નાંખ્યો હતો. થોડા દિવસો બાદ આજ ગેંગના સભ્ય વિશાલ સિંઘ નામના વ્યક્તિનો ફોન તબીબ રોનક પર આવ્યો હતો. તેને એડમિશન આપવાની લાલચ આપીને ૩૨ લાખ પડાવી લીધા હતા. જાેકે, સતિષને એડમિશન મળ્યું ન હતુ. એડમિશન નહીં મળતા તબીબ રોનકે પૈસાની ઉઘરાણી કરતા ૬ લાખ પરત આપ્યા હતા. પરંતુ દંપતીએ ૨૬ લાખ પરત આપ્યા ન હતા. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા રોનકે જૂનાગઢ સાયબર પોલીસમા ફરીયાદ દાખલ કરી હતી આઇજી કચેરીના રીડર પીઆઇ કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ મથકના પીઆઈ આર.વી. વાજાએ તપાસ હાથ ધરી હતી. સતિષ તેમજ સોનલની સુરતથી ધરપકડ કરી છે. પૂછપરછ પૂર્ણ થતા દંપતીને કોર્ટે જેલ હવાલે કર્યા છે. સાયબર પોલીસે આ ગુનઓ સંડોવાયેલા અજાણ્યા શખ્સો રણજીત, લવ ગુપ્તા અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ ઉચ્ચ અભ્યાસની ડિગ્રી લાલચમાં છેતરપિંડીનો ભોગ બનનારનો કિસ્સો સમાજમાં લાલબત્તી સમાન છે.

file-01-page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *