Gujarat

ઝીંઝુવાડા રણમાંથી પોલીસે ૧૧.૪૪ લાખની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પાટડી
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જાેવા મળે છે ત્યારે ઝીંઝુવાડા પોલીસને બાતમીને આધારે ઝીંઝુવાડા રણમાં અચાનક દરોડો પાડીને વિદેશી દારૂની ૨૭૫૫ બોટલો સાથે રૂ. ૧૧.૪૪ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ઝીંઝુવાડા પોલીસે ટાટા ૪૦૭, મોટરસાઈકલ અને વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. ૧૧,૪૪,૭૦૦નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. ત્રણ આરોપી પોલીસને થાપ આપીને કારમાં ફરાર થઇ જવામાં સફળ થયા હતા. બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે છટકુ ગોઠવીને ઝીંઝુવાડા રણમાં દરોડો પાડ્યો હતો. જેમાં રણમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલી ૪૦૭ ગાડીને જાેઇને ઝીંઝુવાડા પોલીસે પીછો કરતા ચાલક ગાડી મૂકીને દૂર આવી રહેલી બ્રેઝા ગાડીના ચાલક આરોપી સાથે ૪૦૭ ગાડીનો ચાલક પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. જ્યારે ત્રીજાે આરોપી મોટરસાઈકલ પર રણમાં ભાગવા જતા પોલીસે એનો પીછો કરતા મોટરસાઈકલ કાદવમાં ફસાઇ જતા આરોપી રણમાં જ મોટરસાઈકલ મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં ગાડીમાંથી ગેરકાયદે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૨૩૨૩, કિંમત રૂ. ૭,૭૬,૫૦૦ અને બિયર ટીન નંગ- ૪૩૨, કિંમત રૂ. ૪૩,૨૦૦ મળી કુલ રૂ. ૮,૧૯,૭૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ઝીંઝુવાડા પોલીસે રૂ. ૮,૧૯,૭૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થા સાથે ટાટા ૪૦૭ ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ અને મોટરસાયકલ કિંમત રૂ. ૨૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૧,૪૪,૭૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. નાસી છૂટેલા ટાટા ૪૦૭ના ચાલક, બ્રેઝા ગાડીના ચાલક અને મોટરસાયકલ ચાલક વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં પીએસઆઇ એન.એલ.સાંખટ, સરદારસિંહ, મહાદેવભાઇ, દિનેશભાઇ, કાળુભાઇ, વિરમભાઇ, રાજેશભાઇ સહિતનો સ્ટાફ સાથે હાજર હતો.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *