Gujarat

સુરતમાં ખોલવડ પુલ પરથી યુવક અને યુવતીએ નદીમાં છલાંગ લગાવી

સુરત
સુરતના કામરેજમાં એક જ સોસાયટીમાં રહેતા યુવક અને યુવતીએ પ્રેમમાં એક ન થઇ શકતા જીવન ટૂંકાવવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને ઘરેથી નીકળી ગયા હતા. તાપી નદીના ઓવરબ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. યુવક અને યુવતી બંને મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને કામરેજ ખાતે રહે છે. યુવતી અને યુવકની બંનેની જ્ઞાતિ અલગ હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક નાવડાવાળાએ યુવતીને બચાવી લીધી હતી. જેથી તેને તાત્કાલિક ૧૦૮ની મદદથી સરકારી હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી. જ્યારે યુવક તાપી નદીમાં ગરકાવ થયો હોવાથી તેની શોધખોળ આદરવામાં આવી છે.સુરતમાં કામરેજ નજીક આવેલા ખોલવડ ગામના સ્મશાન પરથી પસાર થતા તાપી નદીના ઓવરબ્રિજ પરથી પ્રેમી-પંખીડાએ સાથે જીવી ન શકતા સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને પ્રેમી-પંખીડા ઓવરબ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી હતી. જેમાં યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી. જ્યારે યુવકની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલું છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *