બગસરા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે એક જાહેર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું…..
.જેમાં મોટી સંખ્યા માં પાટીદાર સમાજ ના લોકો ગામડાઓમાંથી તેમજ બગસરા શહેર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગ માં પાસ કન્વીનર અમિત પટેલ, વિરુ રિબડીયા,બગસરા પાસ ના સભ્યો કમલેશ હિરાણી, દર્શીત માલવીયા,મિતાશું રાબડીયા,ઉપેન્દ્ર ગજેરા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ મિટિંગ માં સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ બધા લોકો માસ્ક પહેરીને હાજર રહ્યા હતા.આ મિટિંગ માં પાટીદાર અનામત આંદોલન ના કેસો જે પાછા નથી ખેંચાણા તે બાબતે તેમજ ખેડૂતો ના વીજળી સહિત વન્યપ્રાણીઓ ના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ હાલ બગસરા ધારી વિધાનસભા સીટ ની પેટા ચૂંટણી નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ મીટીંગ કોઈપણ પાર્ટીના ઉમેદવાર માટે નિર્ણાયક સાબિત થાય તો નવાઈ નહીં….
બાઈટ… અમિત પટેલ
પાસ કન્વીનર
બાઈટ…. વીરુ રીબડીયા
પાસ કન્વીનર
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા



