લખનૌ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મોટી જાહેરાત કરી છે. ૧.૯૦ લાખ કારીગરો અને નાના ઉદ્યમીઓને ૧૬ હજાર કરોડની લોનનું વિતરણ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ટૂંક સમયમાં અમે દરેક પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી, રોજગાર, સ્વ-રોજગાર સાથે જાેડવા માટે એક એક્શન પ્લાન લઈને આવી રહ્યા છીએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૧૭ પહેલા એમએસએમઇનું ક્ષેત્ર પુરી રીતે ખતમ થઇ ગયું હતુ, પરંતુ ૨૦૧૭માં જયારે અમારી સરકાર આવી તો અમારી સામે પડકારો હતો, દેશની સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં યુવાનોના સ્વાલંબનનો વિષય ખુબ જ મહત્ત્વપૂર્ણ હતો, પહેલાંની સરકારો કેન્દ્રની યોજનામાં કોઇ રૂચિ દાખવતી નહોતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ૨૦૧૭માં અમે આવ્યા પછી, એક જિલ્લા એક ઉત્પાદન માટે એક એક્શન પ્લાન બનાવીને કામ શરૂ કર્યું, આજે ૧ લાખ ૫૬ હજાર કરોડના ઉત્પાદનોની નિકાસ થઈ રહી છે, હસ્તકલાકારો અને કારીગરોએ તેમની કુશળતા બતાવી અને બેંકરોએ સહકાર આપ્યો. આજે અમે બેરોજગારી દરમાં ૩ ટકાનો ઘટાડો કરી શક્યા છીએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોને પહેલા લોન આપવી તે ખબર ન હતી, કોરોના કાળમાં પણ દેશનો પ્રથમ લોન મેળો યોજ્યો, સકારાત્મક પહેલની અસર હવે દેખાઈ રહી છે, મેં કારીગરો-હસ્તકલાકારો સાથે વાત કરી, તેમના સ્થાનિક વહીવટીતંત્ર સાથે , બેંકર્સ, ગવર્નન્સ બધાએ સહકાર આપ્યો અને આજે તેમના ચહેરા પર નવી ચમક છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ પોતે સ્વયં સ્વાવલંબી બની રહ્યા છે અને લોકોને પ્રેરિત કરી રહ્યા છે, વડાપ્રધાને કહ્યું હતું કે આપણા યુવાનોએ રોજગારી આપનાર બનવું જાેઈએ, આજે આ ઓડીઓપી કાર્યક્રમ આ દિશામાં આગળ વધી રહ્યો છે, અમારો પ્રયાસ હોવો જાેઈએ કે આગામી સમયમાં એક વર્ષ, રાજ્ય સરકારે યુપીના હસ્તકલા ઉદ્યોગસાહસિકોની સાથે મજબૂત રીતે ઊભા રહેવું જાેઈએ અને તેમને મજબૂત કરવા જાેઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમારો આ પ્રયાસ સરકારના ૧૦૦ દિવસના એક્શન પ્લાનનો એક ભાગ હતો, સપ્ટેમ્બરમાં આવતા ૬ મહિનામાં અમે ફરીથી આ યોજનાને આગળ લઈ જઈશું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ કામમાં યુવાનોને વધુને વધુ આર્ત્મનિભર બનાવવા આપણે સાથે મળીને કામ કરવાની દિશામાં આગળ વધીશું, સાથે મળીને આપણે ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધવું પડશે.
