ઉદયપુર
ગુજરાત રોડવેઝની તમામ બસો આગામી આદેશ સુધી રાજસ્થાન નહીં જાય. જ્યારે ગુજરાતની જેટલી બસો રાજસ્થાનમાં છે, તેને પણ પરત બોલાવી લેવાનો ર્નિણય ગુજરાત રોડવેઝ મેનેજમેન્ટે દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતની સરકારી બસો સિવાય અન્ય ખાનગી બસો રાબેતા મુજબ દોડી રહી છે.એસઆઇટી એ ગુરુવારે સાપેટીયામાં એસકે એન્જિનિયરિંગ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં જ રિયાઝ જબ્બાર અને ગૌસ મોહમ્મદે કનૈયાલાલને મારવા માટેનું હથિયાર તૈયાર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે બંને આતંકીઓએ અહીં જ વીડિયો બનાવ્યો હતો.એસઆઇટીએ ફેક્ટરી અને ઓફિસને જપ્ત કરી લીધી છે. ઉદયપુરમાં ગુરુવારે ત્રીજા દિવસે પણ કર્ફ્યુ રહ્યો હતો. મંગળવારે ધોળા દિવસે થયેલ તાલિબાની મર્ડર (કનૈયાલાલ હત્યાકાંડ) પછી ઉદયપુર તંત્રએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ પણ બંધ છે. હત્યા પછી શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુરુવારે કર્ફ્યુમાં વધુ સખ્તાઈ રાખવામાં આવશે. ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસના વિરોધમાં સર્વ સમાજે ગુરુવારે વિશાળ રેલી યોજી છે. આ રેલી સવારે ૯.૩૦ કલાકેથી કાઢવામાં આવી હતી. રેલીમાં તમામ સમાજના પ્રતિનિધિઓ અને લોકો ભાગ લીધો હતો. ટાઉન હોલથી નીકળીને આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. બીજેપીએ ગુરુવારે ઉદયપુરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરી હતી. મોડી રાત સુધી આ અંગે કોઈ ર્નિણય લઈ શકાયો ન હતો. ૧ જુલાઈના રોજ ઉદયપુરમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવનાર છે. તંત્રએ અગાઉથી જ તૈયારીઓ કરી લીધી હતી. હત્યાકાંડ પછી તેના ઓયોજન બાબતની આશંકા છે. બુધવારે વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું હતું કે રથયાત્રા નીકાળવામાં આવશે. જાે કે હજુ સુધી વહીવટી તંત્રએ આ અંગે કોઈ ર્નિણય લીધો નથી. ઉદયપુરના કલેક્ટર તારાચંદ મીણાનું કહેવું છે કે આ અંગેનો ર્નિણય ગુરુવારે જ લેવામાં આવશે. કલેક્ટરે લોકોને જણાવ્યું હતુ કે આ મામલે કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન આપશો નહીં અને કોઈપણ ભ્રામક માહિતી ફેલાવશો નહીં. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોલીસ વિભાગની તાત્કાલિક કાર્યવાહીની પ્રશંસા કરી અને રાજસમંદના ભીમાના આરોપીઓને ઝડપી ધરપકડ કરનારા ૫ પોલીસકર્મીઓને બઢતી આપવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેજપાલ, નરેન્દ્ર, શૌકત, વિકાસ અને ગૌતમને આઉટ ઓફ ટર્મ પ્રમોશન આપવાનો ર્નિણય લેવાયો છે. કનૈયાલાલની હત્યાના વિરોધમાં આજે જયપુર બંધ રહ્યું હતું હિન્દુ સંગઠનોની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. બંધ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ બજારો અને સંસ્થાઓને બંધ રાખવાનો ર્નિણય લેવાયો હતો અને આજે મોટાભાગની દુકાનો બજારો સંસ્થાનો બંધ રહેવા પામી છે. સંગઠનના કાર્યકરોએ આજે રેલી કાઢી હતી અને હત્યારાઓને ફાંસી આપવાની માંહ કરી હતી. બુધવારે ઉદયપુરમાં બજારો બંધ રહ્યા હતા.આજે પણ જયપુર-ઉદયપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું ઉદયપુરમાં તાલિબાની હત્યા (કનૈયાલાલ હત્યાકાંડ)ના વિરોધમાં ગુરુવારે સર્વ સમાજ વતી મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા હતા અને ટાઉનહોલથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં વિવિધ સંગઠનોએ રાજસ્થાનના જયપુર, ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં બંધનું એલાન આપ્યું છે.જે મિશ્ર રહ્યું હતું આ તરફ ડુંગરપુર જિલ્લાના રતનપુર બોર્ડરથી રાજસ્થાન તરફ જતી ગુજરાતની બસોને ગુજરાતના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી ખાતે અટકાવી દેવામાં આવી છે. આ પછી તમામ મુસાફરોને શામળાજીથી રાજસ્થાન તરફ જતી અન્ય બસો દ્વારા તેમના ઘરે અથવા કામના સ્થળે જવું પડ્યું હતું.
