Gujarat

મહુધાના ડડુસરમાં તળાવમાં બે યુવાન ડૂબી જતાં મોત

મહુધા
મહુધા ડડુસરમાં ભાગોળ આગળ આવેલા તળાવમાં માછલી પકડવા તળાવમાં નાખેલ જાળ ખેંચવા પડેલા યુવકોમાં એક યુવક ડૂબ્યો હતો. ત્યારે બીજાે યુવક તેને બચાવવા જતાં બંને યુવકો તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોએ અઢી કલાકની ભારે જહેમત બાદ બે યુવકોના મૃતદેહ બહાર કાઢયા હતા. બનાવની જાણ મહુધા નાયબ મામલતદાર આર. વી. વાઘેલા, પીએસઆઈ જી.કે.ભરવાડ સહિતના કર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.ડડુસરમાં ભાગોળમાં આવેલા તળાવમાં સ્થાનિક યુવકો પહેલાથી જ નાખેલ માછલી પકડવાની જાળ ખેંચવા પડ્યા હતા. જાળ ખેંચતા એક યુવક ઊંડા ખાડામાં પડતા તે ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય યુવક જતા તે પણ ડૂબવા લાગ્યો હતો. તળાવના બીજા કિનારે ઉભેલા યુવકોની નજર પડતા બુમબૂમા થતા ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા. પરંતુ ગણતરીના સમયમાં જ બંને યુવકો તળાવમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓએ તળાવ ખૂદ્દી ડૂબી ગયેલા બે યુવકના મૃતદેહની શોધી કાઢયા હતા.બન્ને યુવકના મૃતદેહને મહુધા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ફળીયામાં રહેતા બન્ને યુવકોમાંથી એક પણ યુવકને પાણીમાં તરતા આવડતું ન હતું.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *