બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના તમામ ગામના ખેતીની જમીન ધારકો , રહેણાંકના પ્લોટ ધારકો તથા ઔદ્યોગિક તથા વાણિજ્ય હેતુ માટેની જમીન ધરાવતા ખાતેદારોને તાલુકા વિકાસ અધિકારી , રાણપુર તરફથી તાકીદ કરાઈ છે કે તા.01-08-2021 પછીની બાકી રહેતી જમીન મહેસુલ , શિક્ષણ ઉપકર તથા જિલ્લા પંચાયત ઉપકરની રકમ દિવસ -8 માં સંબંધિત ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીને ભરપાઈ કરી આપવાની રહેશે . જો બાકીની રકમ 15 જુલાઇ સુધી ભરપાઇ નહીં થયેલ હોય તો જમીન મહેસૂલ અધિનિયમ મુજબ ચોથાઇ દંડ , મિલકતની જપ્તી જેવા પગલાં ભરીને જમીન સરકારમાં દાખલ કરવા કાર્યવાહી કરાશે .
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
